ગત દિવસોમાં નરેન્દ્ર મોદીની ચૂંટણી રાજ્યની મુલાકાતની સંખ્યામાં વધારો થયો છે. પીએમ મોદી મંગળવારે પ્રયાગરાજ આવવાના છે. આ કાર્યક્રમમાં બપોરે લગભગ એક વાગે લગભગ ૨ લાખથી વધારે મહિલાઓ સામેલ થશે. પીએમઓ અનુસાર મહિલાઓની જરુર કૌશલ પ્રોત્સાહન અને સંસાધન પ્રદાન કરવા, વિશેષ રુપમાં જમીની સ્તર પર મહિલાઓને સશક્ત બનાવવા માટે પીએમના દષ્ટિકોણ અનુસાર કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે.
પીએમઓએ જણાવ્યું કે મહિલાઓને સમર્થન આપવાના પ્રયાસમાં પીએમ સ્વયં સહાયતા ગ્રુપ(એસએચજી)ને બેંક ખાતામાં ૧૦૦૦ કરોડ રુપિયાની રકમ હસ્તાંતરિત કરશે. જેનાથી એસએચજી લગભગ ૧૬ લાખ મહિલા સભ્યોને લાભ થશે. નિવેદન મુજબ આ ટ્રાન્સફર દીનદયાલ અત્યોંદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત કરવામાં આવશે. જેમાં ૮૦,૦૦૦ એસએચજી પ્રતિ એસએચજી ૧.૧૦ લાખ રુપિયા સીઆઈએફ મેળવી રહ્યા છે અને ૬૦,૦૦૦ એસએચજી પ્રતિ એસએચજી ૧૫૦૦૦ રુપિયા રિવાલ્વિંગ ફંડ પ્રાપ્ત કરી રહ્યા છે.
પીએમઓએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં બિઝનેસ કોરેસ્પોન્ડર સખીઓને પ્રોત્સાહિત કરશે. પીએમ ૨૦,૦૦૦ મહિલાઓના ખાતામાં પહેલા મહિને વજીફેના રુપમાં ૪૦૦૦ રુપિયા ટ્રાન્સફર કરશે.
પીએમઓ મુજબ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી સીએમ કન્યા સુમંગલા યોજના હેઠળ ૧ લાખથી વધારે લાભાર્થીઓને કુલ ૨૦ કરોડ રુપિયાથી વધારે રકમ પણ ટ્રાન્સફર કરશે. પીએમઓએ કહ્યું કે આ યોજના એક બાલિકાના જીવને વિભિન્ન સ્તર પર સશર્ત રોકડ હસ્તાંતરણ પ્રદાન કરે છે. આ અંતર્ગત ૧૫૦૦૦ રુપિયા આપવામાં આવશે.
પીએમે જણાવ્યું કે જન્મના સમયે ૨૦૦૦ રુપિયા, એક વર્ષના રસીકરણ પૂરુ કરવા પર ૧ હજાર, ધોરણ આઇ I માં પ્રવેશ પર ૨૦૦૦ રુપિયા, ધોરણ વીઆઇમાં પ્રવેશ પર ૨૦૦૦ રુપિયા, ધોરણ આઇએકસ્માં પ્રવેશ પર ૩૦૦૦ રુપિયા, ૧૦માં અને ૧૨માં ધોરણ પાસ કરવા પર ૫૦૦૦ રુપિયા આપવામાં આવે છે. સાથે જણાવવામાં આવ્યું કે પીએમ ૨૦૨ પૂરક પોષાહાર નિર્માણ એકમનો શિલાન્યાસ કરશે.