ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમય પછી ચીનની મુલાકાતે છે અને તિયાનજિન શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. અહીં પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત વિવિધ દેશોના નેતાઓને મળ્યા છે. જાકે, પીએમ મોદીએ ચીનમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને સંપૂર્ણપણે અવગણ્યા છે.ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ દરમિયાન, પીએમ મોદી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને અવગણતા જાવા મળ્યા હતા. માહિતી અનુસાર, રાત્રિભોજન દરમિયાન મોદી અને શાહબાઝ શરીફ એક જ હોલમાં હાજર હતા પરંતુ પીએમ મોદીએ શાહબાઝથી અંતર જાળવી રાખ્યું હતું, જેનાથી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ મળ્યો હતો કે ભારત આતંકવાદ પર પોતાનું કડક વલણ ચાલુ રાખશે. પીએમ મોદીના આ વલણથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે આતંકવાદ અને વાતચીત એકસાથે નહીં ચાલે.શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન કોન્ફરન્સ દરમિયાન એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી હોલમાં પ્રવેશતા જાવા મળે છે. ત્યારબાદ પીએમ મોદી હોલમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ઉષ્માભર્યા રીતે મળે છે. આ પછી, પીએમ મોદી પુતિન સાથે આગળ વધે છે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળે છે. અહીંથી, પીએમ મોદી અને પુતિન વાત કરતા આગળ વધે છે. ત્યારબાદ શાહબાઝ શરીફ સ્ટેજ પર એકલા ઉભા જાવા મળે છે. તેઓ પીએમ મોદી અને પુતિનને જાતા રહ્યા પરંતુ અહીં તેમનું કોઈ ધ્યાન ગયું નહીં અને બંને નેતાઓ આગળ વધી ગયા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એસસીઓ દ્વારા પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. શાહબાઝ શરીફને અવગણીને, પીએમ મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે આતંકવાદ અને વાતચીત ક્યારેય સાથે નહીં ચાલે. પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન બંનેએ શાહબાઝ શરીફને અવગણ્યા છે.










































