પટનાના ગાંધી મેદાનમાં પીએમ મોદીની રેલીમાં બોમ્બ બ્લાસ્ટ કરનારા ચાર આરોપીઓને હવે ફાંસી આપવામાં આવશે નહીં. તેની સજાને આજીવન કેદમાં ફેરવી દેવામાં આવી છે. પટના હાઈકોર્ટે આ મામલે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે ચાર આરોપીઓની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી છે. જા કે આજીવન કેદની સજા પામેલા બે આરોપીઓની સજા યથાવત રહેશે. ગાંધી મેદાન બોમ્બ બ્લાસ્ટ કેસમાં સિવિલ કોર્ટે ફાંસીની સજા સંભળાવતા ચાર આરોપીઓની ફાંસીની સજાને હાઈકોર્ટે આજીવન કેદમાં ફેરવી છે.
હૈદર અલી, મોજીબુલ્લાહ, નોમાન અને ઈમ્તિયાઝને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. હવે પટના હાઈકોર્ટે આ ચારેયની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી છે. જ્યારે ઓમર અને અઝહરુદ્દીનની આજીવન કેદ યથાવત રાખવામાં આવી છે. હાઈકોર્ટના નિર્ણય અંગે માહિતી આપતા પીડિતાના વકીલ ઈમરાન ગનીએ જણાવ્યું હતું કે ફાંસીની સજાને આજીવન કેદમાં પરિવર્તિત કરવામાં આવી છે, જ્યારે આજીવન કેદની સજા પામેલા બે આરોપીઓની સજા યથાવત રાખવામાં આવી છે.
૨૭ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ પીએમ મોદી હુંકાર રેલીને સંબોધવા માટે પટનાના ગાંધી મેદાન પહોંચ્યા હતા. તે દરમિયાન પહેલો બ્લાસ્ટ પટના જંકશનના પ્લેટફોર્મ નંબર ૧૦ પર સ્થિત સુલભ ટોયલેટ પાસે થયો હતો. આ પછી ગાંધી મેદાન અને તેની આસપાસ છ સ્થળોએ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં ૬ લોકોના મોત થયા હતા અને ૮૯ લોકો ઘાયલ થયા હતા. આ મામલે બિહારના સીએમ નીતિશ કુમારે તત્કાલિન ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પાસે દ્ગૈંછ તપાસની માંગ કરી હતી.
વર્ષ ૨૦૧૪માં દ્ગૈંછએ આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટમાં ૧૮૭ લોકોએ જુબાની આપી હતી. પટનાની નીચલી અદાલતે ઈમ્તિયાઝ આલમ, નુમાન અંસારી, હૈદર અલી અને મોજીબુલ્લાહ અંસારીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, ત્યારબાદ તમામ દોષિતોએ પટના હાઈકોર્ટમાં જઈને ફાંસીની સજાને પડકારી હતી. પટના હાઈકોર્ટે હવે તેની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી છે.