પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જેમાં કર્મભૂમિ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના માર્ગદર્શન નીચે તારીખ ૧૯ ને શુક્રવારના રોજ સવારે ૯ઃ૦૦ થી ૨ઃ૦૦ વાગ્યા સુધી સીએચસી સેન્ટર મોટી કુકાવાવ ખાતે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં સાન્તાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ સેવા આપશે. સર્વ રોગ નિદાન કેમ્પમાં શ્વાસ ફેફસાના, ઓર્થોપેડિક, બાળ રોગ નિષ્ણાંત, આંખ કાન ગળાના નિષ્ણાંત, જનરલ સર્જન, ચામડીના રોગના નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત, દાંતના રોગોના નિષ્ણાંત ડોક્ટરો સેવા આપશે. આ કેમ્પમાં વિનામૂલ્યે આરોગ્ય સેવા, દવાઓ, લેબોરેટરીને લગતી તમામ સુવિધાઓનો લાભ મળશે.









































