નરેન્દ્ર મોદી વિચાર મંચ અમરેલી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. ગાયત્રી મંદિર પાસેના સૂળિયા ટીંબા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા નાના ભૂલકાઓને નાસ્તો કરાવીને આ જન્મદિવસ મનાવાયો હતો. આ પ્રસંગે પ્રદેશ મંત્રી મનીષભાઈ સિદ્ધપુરા, યુવા મોરચા પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રશાંતભાઈ પરમાર અને પ્રદેશ કારોબારી સભ્ય ગૌરવભાઈ મહેતા સહિત અન્ય કાર્યકરોએ હાજર રહી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સામાજિક પહેલ દ્વારા વડાપ્રધાનના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.