રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારની તબિયત બગડતા તેમને પુણેની એક ખાનગી હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા માટે તેમને ફોન કર્યો હતો. છાતીમાં ચેપ અને ઉધરસ અને તાવને કારણે સોમવારે પવારને પુણેના રૂબી હોલ Âક્લનિકમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અહેવાલો અનુસાર, વડા પ્રધાન મોદીએ હોસ્પિટલમાં દાખલ પવાર સાથે વાત કરી હતી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી અને તેમને જરૂરી તબીબી સંભાળની ખાતરી આપી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ થોડા સમય પછી પવારને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા માટે ફોન કર્યો હતો. બંને નેતાઓએ પવારના સ્વાસ્થ્ય વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરી હતી.
સોમવારે બપોરે ૮૫ વર્ષીય શરદ પવારને બારામતીથી પુણે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોએ સીટી સ્કેન કર્યું હતું, જેમાં છાતીમાં ચેપ હોવાનું પુષ્ટિ મળી હતી. ડોક્ટરોની એક ટીમ સતત તેમનું નિરીક્ષણ કરી રહી છે, અને વધુ તબીબી પરીક્ષણો પછી સારવાર યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, પવારને તાવ, ગળામાં ચેપ અને શ્વાસ લેવામાં તકલીફ હતી, જેના કારણે તેમને દાખલ કરવાની જરૂર પડી.
પવારની પુત્રી અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલે, તેમના પતિ સદાનંદ સુલે અને પરિવારના અન્ય સભ્યો હોસ્પિટલ માં હાજર છે. પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પણ તેમના સ્વાસ્થ્ય માટે ચિંતા વ્યક્ત કરવા માટે હોસ્પિટલની બહાર ભેગા થયા છે. પવાર છેલ્લા કેટલાક સમયથી રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સામેલ છે અને તાજેતરના કૌટુંબિક દુર્ઘટના છતાં, જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું છે.









































