પોતાના ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ કોરિડોરનુ ઉદઘાટન કરવા માટે પહોંચેલા પીએમ મોદીએ મંદિરમાં જતા પહેલા ગંગાજીમાં ડુબકી મારી હતી.મોદી વારાણસીની સાંકળી શેરીઓમાં પગપાળા પણ ગયા હતાં.
પીએમ મોદીએ કાલભૈરવ મંદિરમાં દર્શન કર્યા બાદ ક્રુઝમાં મુસાફરી કરી હતી અને એ પછી લલિત ઘાટ પહોંચ્યા હતા.જ્યાં તેમણે ગંગાજીમાં ડુબકી મારી હતી.
ભાવિકો સામાન્ય રીતે બાબા વિશ્વનાથના મંદિરમાં દર્શન કરતા પહેલા ગંગાજીમાં ડુબકી મારતા હોય છે.આ જ રીતે પીએમ મોદીએ પણ ગંગા સ્નાન કરીને ડુબકી મારી હતી.વડાપ્રધાન ગંગાજીનુ જળ લઈને કાશી વિશ્નાથ મંદિર ખાતે પહોંચ્યા હતાં અને બાબા વિશ્વનાથ પર તેનો અભિષેક કર્યો હતો.