વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-૭ સમિટમાં હાજરી આપવા માટે કેનેડા જઈ રહ્યા છે. અગાઉ, કેનેડાના પીએમ માર્ક કાર્નીની સરકારે ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ ખાલિસ્તાનીઓને પકડવા માટે ‘પ્રોજેક્ટ પેલિકન’ નામનું અભિયાન શરૂ કર્યું છે, જેના હેઠળ કેનેડિયન પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને ખાલિસ્તાન તરફી ડ્રગ અને આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ટ્રેન્ડીગ વીડિયો કેનેડિયન પોલીસે પ્રોજેક્ટ પેલિકન હેઠળ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે, જેના હેઠળ પોલીસે ૪૭૯ કિલો કોકેન જપ્ત કર્યું છે. તેની કિંમત લગભગ ૪૭.૯ મિલિયન છે. આ સાથે, પોલીસે કેનેડામાં રહેતા ભારતીય મૂળના સાત લોકો સહિત કુલ નવ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં સજ્જજીત યોગેન્દ્રરાજા (૩૧), મનપ્રીત સિંહ (૪૪), ફિલિપ ટેપ (૩૯), અરવિંદર પોવાર (૨૯), કરમજીત સિંહ (૩૬), ગુરતેજ સિંહ (૩૬), સરતાજ સિંહ (૨૭), શિવ ઓમકાર સિંહ (૩૧) અને હાઓ ટોમી હુયન્હ (૨૭)નો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ કોમર્શિયલ ટ્રક દ્વારા અમેરિકા અને કેનેડા વચ્ચે ડ્રગ્સ મોકલતી હતી. આ જૂથના અમેરિકામાં મેક્સીકન ડ્રગ કાર્ટેલ અને ડ્રગ વિતરકો સાથે સંબંધો હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રગ્સ વેચીને મળેલા પૈસાનો ઉપયોગ વિરોધ પ્રદર્શન, લોકમત, શસ્ત્રોની ખરીદી વગેરે જેવી ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં થતો હતો. ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ આ ડ્રગ નેટવર્કને ટેકો આપી રહી છે, જે મેક્સીકન કોકેન અને અફઘાન હેરોઇનની દાણચોરી માટે કેનેડામાં ખાલિસ્તાની જૂથોનો ઉપયોગ કરી રહી છે.
જી-૭ સમિટ કેનેડાના કનાનાસ્કીસમાં યોજાવાની છે.પીએમ મોદી કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીના આમંત્રણ પર આ સમિટમાં હાજરી આપવા જઈ રહ્યા છે. કાર્નેએ ગયા અઠવાડિયે પીએમ મોદીને ફોન કરીને સમિટમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું.પીએમ મોદીની કેનેડા મુલાકાત પહેલા જ ખાલિસ્તાન સમર્થક ડ્રગ નેટવર્ક પર આ કાર્યવાહી કરવામાં આવી છે.
જી ૭ સમિટમાં આમંત્રણ મળ્યા બાદ, પીએમ નરેન્દ્ર મોદીએ માર્ક કાર્નેને તેમની તાજેતરની ચૂંટણી જીત બદલ અભિનંદન આપ્યા. સમિટમાં આમંત્રણ બદલ તેમનો આભાર પણ માન્યો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ભારત અને કેનેડા મજબૂત સંબંધો ધરાવતા જીવંત લોકશાહી દેશો છે. બંને દેશો નવી ઉર્જા અને સહિયારા લક્ષ્યો સાથે મળીને કામ કરશે. તેમણે કહ્યું કે તેઓ સમિટમાં કાર્નેને મળવા માટે આતુર છે.
જી ૭ સમિટ ૧૫ થી ૧૭ જૂન દરમિયાન કેનેડાના આલ્બર્ટાના કનાનાસ્કીસમાં યોજાશે. અગાઉ, પીએમ કાર્નેએ ઓટાવામાં બોલતા કહ્યું હતું કે સમિટ ઉભરતા અને વિકાસશીલ દેશો સાથે મજબૂત ભાગીદારી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે ભાર મૂક્યો કે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને વૈશ્વીક સપ્લાય ચેઇનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તેથી ભારતે આ પરિષદમાં ભાગ લેવો જાઈએ.
Home રસધાર રાજકીય રસધાર પીએમ નરેન્દ્ર મોદીની કેનેડા મુલાકાત પહેલા પ્રોજેક્ટ પેલિકન હેઠળ યુજી નેટવર્કનો પર્દાફાશ