પીએમ મોદીએ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર ચૂંટણીના નામે કર્ણાટકમાં કલેક્શન બમણું થઈ ગયું છે.
(એ.આર.એલ),મુંબઇ,તા.૧૭
મહારાષ્ટÙની લડાઈમાં ઉતરેલા કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા સોલાપુર પહોંચ્યા હતા. સોલાપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે સીએમએ પીએમ મોદી પર જારદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, જા પીએમ મોદી કર્ણાટકમાં કોંગ્રેસ પર પોતાના આરોપો સાબિત કરશે તો હું રાજકારણમાંથી સંન્યાસ લઈ લઈશ.
મહારાષ્ટ્રમાં એક સભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ દિવસોમાં હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક જેવા રાજ્યો કોંગ્રેસના રાજવી પરિવારના એટીએમ બની ગયા છે. લોકો કહી રહ્યા છે કે આ દિવસોમાં મહારાષ્ટÙમાં ચૂંટણીના નામે કર્ણાટકમાં કલેક્શન બમણું થઈ ગયું છે.
સીએમ સિદ્ધારમૈયાએ શનિવારે સોલાપુરમાં મહાવિકાસ અઘાડીના હિતમાં એક જનસભાને સંબોધી હતી. સીએમએ પીએમ મોદી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે અને સફેદ જુઠ્ઠુ બોલે છે અને ચાલ્યા જાય છે. જા તે પોતાના આરોપો સાબિત કરી શકશે તો હું રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરીશ. તેમણે એમ પણ કહ્યું કે, પીએમ મોદી મારા આ પડકારને કેમ સ્વીકારતા નથી? તેઓ શેનાથી ડરે છે?
સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું, પીએમ મોદીએ કહ્યું કે કલ્યાણ ગેરંટી અર્થતંત્રને બરબાદ કરશે પરંતુ ભાજપે મહારાષ્ટÙ અને મધ્યપ્રદેશની ચૂંટણીમાં સમાન ગેરંટી આપવાની જાહેરાત કરી છે. તેમણે વધુમાં પૂછ્યું કે શા માટે પીએમ મોદી સફેદ જૂઠનો આશરો લઈ રહ્યા છે. મોદી સરકારે જણાવી દીધું છે કે તેની પ્રાથમિકતા ક્યાં છે. તેમણે અમીરોની રૂ. ૧૬ કરોડની લોન માફ કરી, જ્યારે ગરીબ ખેડૂતોનો એક રૂપિયો પણ માફ કરવામાં નિષ્ફળ રહ્યા.
સીએમ સિદ્ધારમૈયાએ પીએમ મોદીના કર્ણાટકના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, મહારાષ્ટÙ ભાજપના નેતાઓને હકીકતો તપાસવા દો અને જા તેઓ મને ખોટો સાબિત કરી શકશે તો હું રાજકારણમાંથી સંન્યાસ લઈ લઈશ. તેમણે એમ પણ કહ્યું, પરંતુ જા હું સાચો સાબિત થઈશ તો શું તેઓ મહારાષ્ટ્રની જનતાની માફી માંગશે અને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરશે.
કર્ણાટકના સીએમએ કહ્યું કે, અમે નક્કી કર્યું છે કે અમે મહારાષ્ટ્ર બીજેપી વિરુદ્ધ ખોટી જાહેરાતો પ્રકાશિત કરવા બદલ કેસ દાખલ કરીશું. કર્ણાટક વાર્ષિક રૂ. ૪.૫ લાખ કરોડનો કેન્દ્રીય કર ચૂકવે છે અને તેના બદલામાં માત્ર રૂ. ૬૦,૦૦૦ કરોડ જ મળે છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે કર્ણાટક સરકાર લોકોને આપેલા વચનો પૂરા કરવામાં અસમર્થ છે. આનો વિરોધ કરતાં સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે, કર્ણાટક સરકારે તેની ૫ ગેરંટીમાંથી ૫નો અમલ કર્યો છે. રાજ્ય સરકારની શક્તિ યોજનાનો લાભ મહિલાઓને મળ્યો છે. તેમણે મહારાષ્ટ્રના લોકોને મહા વિકાસ અઘાડીના હિતમાં મતદાન કરવાની અપીલ પણ કરી હતી. મહારાષ્ટ્રમાં ૨૦ નવેમ્બરે એક જ તબક્કામાં ૨૮૮ બેઠકો પર મતદાન થશે. આ પછી ૨૩મી નવેમ્બરે પરિણામ જાહેર થશે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરીને કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કર્ણાટકમાં વિકાસની પરવા કરવાને બદલે કોંગ્રેસ પાર્ટીની આંતરિક રાજનીતિ અને લૂંટફાટમાં વ્યસ્ત છે. આટલું જ નહીં તેઓ હાલની સ્કીમો પણ પાછી ખેંચી લેશે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ સરકાર મહારાષ્ટÙની ચૂંટણી માટે કર્ણાટકમાંથી પૈસા પડાવી રહી છે.