ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને NCUI ઈફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણીએ બુધવારના રોજ
પી.એચ.ડી. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી(PHDCCI)ની કોઓપરેટીવ કમિટીના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. વડાપ્રધાન અને સહકાર મંત્રીના ”સહકારથી સમૃધ્ધિ”ના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે સહકાર ક્ષેત્ર અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે, તેવા સમયે અનેક સહકારી સંસ્થાઓને નેતૃત્વ અને માર્ગદર્શન પૂરૂં પાડતા દિલીપભાઈ સંઘાણીની આ નિમણૂંક સહકારી અગ્રણીઓએ પણ આવકારી છે.(PHDCCI)છેલ્લા ૧૨૦ વર્ષથી ભારતીય ઉદ્યોગ, વેપાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે. ઉદ્યોગ અને સરકાર વચ્ચેના સહયોગી ભાગીદાર તરીકે,(PHDCCI) ભારતીય અર્થતંત્રના સંકલિત વિકાસ માટે મૂળસ્તરે કાર્ય કરે છે અને વિશ્વના આશરે ૧,૫૦,૦૦૦ થી વધુ મોટા, મધ્યમ અને નાના ઉદ્યોગો સુધી પહોંચીને “ઉદ્યોગ અને વેપારનો અવાજ” તરીકે કાર્ય કરે છે. સંઘાણીએ આજે કાર્યભાર સંભાળતા(PHDCCI)ના ડેપ્યુટી સેક્રેટરી જનરલ ડા. જતિન્દર સિંહ, સિનિયર સેક્રેટરી રૂપેશ પાંડે અનેNCUI ના સિનિયર જનરલ મેનેજર તરુણ ભાર્ગવે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે દુષ્યંત સિંહ પુનિયા અને દ્ગઝ્રેંં ના ડિરેક્ટર પ્રદીપકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નિમણૂંકથી દેશની વિકાસ યાત્રામાં સહકાર અને ઉદ્યોગ વચ્ચેના સમન્વયને નવી દિશા મળશે.