(એ.આર.એલ),સુરેન્દ્રનગર,તા.૧૯
સુરેન્દ્રનગરમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગરના પાટડીના વેલનાથનગરમાં જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હતો. જ્યાં બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડ્યા છે.એસીબીના પીઆઇના ભાઇ કિરણ ઠાકોરના ઘરે જુગારનો અડ્ડો ધમધમતો હોવાનું સામે આવ્યુ છે. જ્યાંથી ૫ મહિલાઓ સહિત ૩૦ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ વાહનોને પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આ સમગ્રઘટનાની વાત કરીએ તો પાટડીના વેલનાથનગરમાં પીઆઇના ભાઈના ઘરે જુગારનો અડ્ડો ધમધમતો હતો. ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ દ્વારા દરોડા પાડવામાં આવતા આરોપીઓ દ્વારા પોલીસને ઘરની અંદરના આવે તે માટે દરવાજા બંધ કરી દીધા હોવાનું સામે આવ્યુ છે. જુગારધામમાંથી ૨૫ પુરુષ અને ૫ મહિલાઓ ઝડપાઈ હતી. તેમજ કાર,મોબાઈલ, બાઈક,રોકડ સહિત આશરે ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.એસએમસી દ્વારા તમામ આરોપીઓને પાટડી પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ તપાસ હાથ ધરી છે.