પિનાકા રોકેટ લોન્ચર સિસ્ટમની ક્ષમતામાં વધારો કરતા ડીઆરડીઓએ આજે શનિવારે પોખરણ રેન્જમાં એક્સટેન્ડેડ રેન્જ પિનાકા-ઇઆપ મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
આ સિસ્ટમની ડિઝાઈન ડીઆરડીઓ લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવી છે. આ રોકેટ સિસ્ટમ પુણે સ્થિત આર્મમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ અને હાઈ એનર્જી મટિરિયલ્સ રિસર્ચ લેબોરેટરી દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. સફળ ટ્રાયલ બાદ તેને સેનામાં સામેલ કરવામાં આવી છે.ઇઆર પિનાકા એ પિનાકાનું સુધારેલું વર્જન છે જે છેલ્લા એક દાયકાથી આર્મીમાં સેવા આપી રહ્યું છે. આ સિસ્ટમ નવી ટેકનોલોજી સાથે ઉભરતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. માહિતી અનુસાર, એક્સટેન્ડેડ રેન્જ પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમને ડીઆરડીઓ લેબોરેટરી  દ્વારા એચઇએમઆરએલ, પુણે દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે, આ ટેક્નોલોજીને ભારતીય ઉદ્યોગમાં ટ્રાન્સફર કરવામાં આવેલ છે. અગાઉ એ ૨૪ અને ૨૫ જૂન ૨૦૨૧નાં રોજ મલ્ટી-બેરલ રોકેટ લાન્ચર નું ચાંદીપુર, ઓડિશા ખાતે સંકલિત ટેસ્ટ રેન્જમાં પરીક્ષણ કર્યું હતું.