કોઈ એક શહેરમાં પ વરસનો પ્રાણશંકર નામે બ્રાહ્મણ પુત્ર રહેતો હતો. પોતાની નાની ઉંમરે મા-બાપ સ્વર્ગસ્થ થયા કુંટુબમાં બીજુ કોઈ નહિ પ્રાણશંકર સાવ નિરાધાર થઈ ગયો. એકલો અટૂલો પ્રાણશંકર સાવ અસહાય બની ગયો. એકલવાયુ જીવન જાતા પડોશી સૌને તેના પર કરૂણા થતી. જમવાને ટાણે પાડોશીમાંથી કોઈને કોઈ જમવા બોલાવી જાય, કોઈ વળી પોતાના ઘેરથી શાક-રોટલી બનાવીને પ્રાણશંકના ઘરે આપી જાય. બાળવયે પ્રાણશંકર પાડોશીના બાળકો સાથે રમતો. કોઈ મિત્ર સાથે તેમના ઘેર જતો. તે વખતે મિત્રના મા-બાપ કયારેક અંદરો અંદર વડચડ કરતા, કોઈ વળી પતિ પાસે બજારેથી ચીજ-વસ્તુ લાવી આપવામાં રકઝક થતી. નાના બાળકોની તેની મમ્મી નવરાવે,સંડાસ બેસેલા બાળકોને સાફ કરે. કોઈ બાળકના કપડા લઘર-વઘર કે કોઈ નવા સુઘડ કપડે સજ્જ આનંદિત જાતો. આમ, સાંસારિક જીવનમાં સ્ત્રીનું બંધન,બાળકોના ભરણ-પોષણની જવાબદારી,બાળકોની હઠ,જીદ,રિસામણા-મનામણા વગેરે વાતાવરણ જાતા પ્રાણશંકરને કુંટુંબ પરિવાર પ્રત્યે ગ્લાનિ-તિરસ્કાર થતો.
સાંસારિક જીવન દુઃખમય છે. પરિવારની ઈચ્છા સંતોષવા પુરૂષે બળદની જેમ ઢસરડા કરતા કેટલી વિટંબણાઓ ભોગવવામાં પ્રાણશંકરને સાંસારિક જીવન પ્રત્યે અરુચિ નિમાર્ણ થઈ. ઉંમરલાયક થતા પોતાના લગ્ન ન કરવાના ઈરાદે વૈરાગી,ત્યાગમય જીવન વિતાવવા લાગ્યો. ન કોઈ સાથે મૈત્રી કે ન કોઈ સાથે દુશ્મનાવટ બસ પોતાની રીતે મસ્ત મુક્ત મને બિન જવાબદાર જીવન જીવવા લાગ્યો. ન કોઈનું બંધન, કોઈની લાચારી, ન કોઈ વસ્તુ પદાર્થનો મોહ માત્ર બે કપડાભર વાળુ જીવન પ્રાણશંકરને વહાલુ લાગ્યુ. ન કોઈ ઘરકે આશ્રમી જીવન બસ મન પડે ત્યાં જવુ આવવુ,ભટકવુ. જયાંથી જે ખાવા-પીવાનું મળે તે લેવુ, કયારેક ભરપેટ જમવા મળે તો વળી કયારેક ભૂખ્યા નકોરડો ઉપવાસ. આમ એકાંકી જીવનથી પ્રાણશંકર દિવસો વિતાવવા લાગ્યો.
એક રાત્રીએ કોઈ મંદિરના પટાંગણના ધરતીની પથારી અને આભનુ ઓઢણુ આવી પરિસ્થિતિમાં ઘસઘસાટ ઉંઘી રહ્યો હતો. મોડી રાત્રે તેને પોતાના પિતૃઓનું સ્વપ્ન આવ્યુ. સ્વપ્નમાં પ્રાણશંકરને પિતૃઓએ લગ્ન કરી લેવા સુચન કર્યુ. તારા લગ્ન નથી થયા તેથી અમો પિતૃઓને તારા તરફથી તર્પણ થતુ નથી. તે સંદર્ભે અમો પિતૃઓ દુઃખી છીએ ભલો થઈને લગ્ન કર, તારુ એકલવાયુ જીવન મને માન્ય નથી. ઈન્દ્રિય દહન કરતા સંયમ મહત્વનો છે. આપણે એક ઈશ્વરે માનીએ છીએ અને સાથો સાથ પિતૃઓ અને દેવોને પણ માનીએ છીએ અને દેવોની ઉપાસના કરીએ છીએ.
સ્વપ્નમાં પ્રાણશંકરે દેવોને કહ્યુ; ‘હવે મારી ઘણી ઉંમર થઈ મને કોણ કન્યા આપે? પુરુષાર્થ કરી કમાણી કર. ઘર આશ્રમમાં રહેતો થા, પગભર થા અને દેવી ઉપસના કર તને કન્યા અવશ્ય પ્રાપ્ત થશે. પિતૃઓએ કહ્યુ;
પિતૃઓની આજ્ઞા પ્રાણશંકરના મગજમાં ઘર કરી ગઈ. વળ્યો ગામમા પોતાનું મકાન સરખુ હતુ તે રિપેર કરી સુંદર બનાવ્યુ. કોઈ પંડિત-શાસ્ત્ર પાસેથી કથા-ગોરપદુ શીખ્યો નદી કાંઠે ગાયત્રી માતાજીનું મંદિર હતુ. દરરોજ નદીમાં સ્નાન કરી મંદિરે માતાજીના દર્શને જવા લાગ્યો. અને ગાયત્રી દેવીની ઉપાસના કરવા લાગ્યો. સાંજના સમયે ધ્યાનાવસ્થાએ બેઠો હતો. તે વખતે એક બ્રાહ્મણ પરિવાર ગાયત્રી માતાજીના દર્શન આવેલ દંપતિ સાથે તેમની એક સુંદર કન્યા હતી. પ્રાણશંકરનું શરીર તંદુરસ્ત અને ભરાવદાર ચહેરો અને યુવાનને શરમાવે તેવું અલમસ્ત શરીર. પેલા પરિવારની નજર પ્રાણશંકર પર સ્થિર થઈ તેઓ તેના પર આકર્ષિત થયા.
કન્યાના માતા-પિતાએ સીધે સીધુ જણાવી દીધુ. તમો અમારી આ કન્યાને સ્વિકારશો? દંપતિએ પ્રાણશંકર આગળ દરખાસ્ત મૂકી. પ્રાણશંકરને પોતાના પિતૃઓની સ્વપ્નની વાત યાદ આવી. પ્રાણશંકરે તેમની કન્યા સાથે લગ્ન કરવાની અનુમતિ આપી. ટૂંક સમયમાં જ પોતાના બ્રાહ્મણ જ્ઞાતિ પરિવારોને એકઠા કરી ખૂબ ધામધૂમથી પ્રાણશંકર પાર્વતીદેવી સાથે લગ્નગ્રંથીથી જાડાયો.
સમયાંતરે સ્વરૂપવાન પુત્રીની પ્રાપ્તી થઈ. પ્રાણશંકરના લગ્ન અને પુત્ર પ્રાપ્તિથી પિતૃઓ સંતુષ્ટ થયા. એકાંકી ભટકવા કરતા પ્રેમ બંધન વાળુ, જવાબદારી ભર્યુ જીવન ઉત્તમ છે. તેમ પ્રાણશંકરને સમજાયુ. આવી રીતે સારા સંસ્કારી સંતાન મળતા આંબાવાડિયા વાતાવરણથી રાષ્ટ્રભક્તિ નિમાર્ણમાં અંશતઃ યોગદાનની પ્રાણશંકરે યથાર્થતા સમજી.