રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) નેતા તેજસ્વી પ્રસાદ યાદવે નીતીશકુમારના નેતૃત્વવાળી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે અહીં ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચાર છે તેમણે કહ્યું કે તેમની પાર્ટી તાકિદે વધતી મોંધવારીની વિરૂધ્ધ રાજયવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરશે.
વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે રાજદ પટણાના એતિહાસિક ગાંધી મેદાનમાં ૧૪મી જોન્યુઆરી બાદ એક મોટી રેલીનું આયોજન કરશે તેમણે રાજયમાં નીતીશકુમારના નેતૃત્વવાળી સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે બિહારમાં એનડીએ સરકાર મુક અને બધિર છે.કેન્દ્ર સરકારની એજન્સીઓના નવા રિપોર્ટમાં બિહાર સરકાર તમામ સંકેતકો પર નિષ્ફળ રહી છે.તેમણે કહ્યું કે ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચાર છે બિહાર બેરોજગારીમાં પહેલા સ્થાન પર છે અને શિક્ષા ક્ષેત્ર પુરી રીતે બરબાદ થઇ ચુકયું છે અને રાજયમાં આરોગ્યની સુવિધાનું બુનિયાદી માળખુ નીચલા સ્તર પર છે.
તેજસ્વીએ બિહારને વિશેષ રાજયનો દરજજો અપાવવા પર પણ નીતીશકુમાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે જયારે રાજય અને કેન્દ્રમાં ડબલ એન્જીનની સરકાર છે ત્યારે પણ તે વિશેષ દરજજો અપાવી શકતા નથી લગ્ન બાદ તેજસ્વી યાદવ પહેલીવાર પાર્ટી કચેરીએ પહોંચ્યા હતાં. પાર્ટી કચેરીએ રાજદના નેતાઓ અને પદાધિકારીઓએ તેજસ્વીને લગ્નની શુભેચ્છાઓ પાઠવી હતી