અમરેલીના શેડુભાર ગામે બાપે દીકરા સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. ભીમજીભાઈ દાનભાઈ ખુમાણ (ઉ.વ.૫૫)એ સુનીલ ભીમજીભાઈ ખુમાણ સામે ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગત પ્રમાણે, ભીમજીભાઈ તેમની દીકરી સાથે વાત કરતા હતા. જેથી તેમના પુત્ર સુનીલને સારું નહોતું લાગ્યું અને ઉશ્કેરાઈ લોખંડની પાઇપના ઘા મારી ગાળો બોલી હતી.