પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવગઢ ખાતે રોપ વે સેવા હાલ પૂરતી બંધ કરાઈ છે. વહેલી સવારથી ભારે પવન અને વરસાદી વાતાવરણને કારણે પાવાગઢ રોપ વે સેવા બંધ કરાઈ છે. સમગ્ર પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી જ માવઠાવાળું વરસાદી વાતાવરણ જાવા મળ્યુ છે. વહેલી સવારથી પવન ફૂંકાઈ રહ્યો હોવાથી હાલ રોપ વે સેવા બંધ રાખવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા જણાવાયુ કે, પવન ઓછો થતાં જ રોપ વે શરૂ કરવામાં આવશે.
મહત્વનું છે કે, યાત્રાળુઓને મહાકાળી માના દર્શન સરળતાથી થઈ શકે તે માટે ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત ઉડન ખટોલા (રોપ-વે) ચલાવવામાં આવે છે. પરંતુ તારીખ ૧૩/૧૨/૨૦૨૧ થી ૧૮/૧૨/૨૦૨૧ સુધી રોપ વે ૬ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જા કે, તારીખ ૧૯ ડિસેમ્બરથી તે પુનઃ શરૂ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે, ૬ દિવસ સુધી મેઇન્ટેનન્સ માટે થઇને આ રોપ વે સેવા બંધ કરાશે.
૧૦ દિવસ પહેલા બોલિવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત યાત્રાધામ પાવાગઢ ખાતે ફિલ્મ શૂટિંગ માટે ગઇ હતી. માધુરી દીક્ષિત અભિનિત ‘મેરે પાસ મા ર્હૈ ફિલ્મના શૂટિંગ દરમિયાન પાવાગઢ ખાતે માંચીથી રોપ વે સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવતા હજારો શ્રદ્ધાળુઓ અટવાઇ ગયા હતા અને પાવાગઢ ડુંગર ખાતે અવ્યવસ્થા ઉભી થઇ ગઇ હતી અને રોપ વે જવાનો રસ્તો કોર્ડન કરીને બાઉન્સર મૂકી દેવાતા યાત્રાળુઓએ હોબાળો મચાવ્યો હતો.