સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવલે મહાકાલી મંદિર આગામી સમયમાં બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આવતીકાલે એટલે કે, ૮ નવેમ્બરને શુક્રવારના રોજ સાંજના ૪ થી બીજા દિવસે સવારે ૬ઃ૦૦ વાગ્યાં સુધી દર્શનાર્થીઓ માટે પાવાગઢ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાવાગઢ મંદિરમાં થયેલી ચોરી મામલે પોલીસને ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.પોલીસે સોના-ચાંદીના દાગીના સહીત કુલ ૭૮ લાખની ચોરી કરનાર ચોરને મુદ્દામાલ સહિત ઝડપી પડાયો છે. મંદિરમાં માતાજીના આભુષણોની ચોરી થઇ હતી. જેમાં સોના ચાંદીના દાગીના સહિત કુલ ૭૮ લાખની ચોરી કરનાર સુરતના અંતરિયાળ ગામડાનો સટ્ટાખોર શખ્સ પાવાગઢ મંદિરમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. આ શખ્સે રાત્રીના સમયે નિજમંદિરના વેન્ટીલેશનને તોડી ગર્ભ ગ્રુહમાં પ્રવેશીને ૬ સોનાના હાર અને મુકૂટ સહિતની ચોરી કરી હતી.
સમગ્ર મામલે પોલીસે સુરતના અંતરિયાળ ગામડાના સટ્ટાખોરને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના બાદ મંદિરના શુદ્ધિકરણ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પાવાગઢ ખાતે મંદિરના ગર્ભગૃહમાંથી આભૂષણોની ચોરીની ઘટના બાદ મંદિરના શુદ્ધિકરણ માટે આવતીકાલે સાંજના ૪ વાગ્યાથી મહાકાળી મંદિર બંધ રખાશે. બીજા દિવસે ૯ નવેમ્બર સવારે ૬ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ૭ નવેમ્બર ના રોજ મંદિરના ગર્ભગૃહમા પ્રવેશી ચોરીની ઘટના બાદ મંદિરના શુદ્ધિકરણ માટે મંદિર બંધ રખાશે.