જગપ્રસિદ્ધ પાવાગઢ મંદિરમાં ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવમાં ચોરોએ માતાના સોનાના દાગીનાની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલી સુરક્ષા હોવા છતાં વિશ્વ પ્રસિદ્ધ પાવાગઢ મંદિરમાં ચોરો કેવી રીતે ઘૂસ્યા તે અંગે પોલીસ તંત્ર પર શંકા ઉભી થઈ છે.
વિશ્વ પ્રસિદ્ધ પાવાગઢ મંદિરના દર્શન કરવા લાખો ભક્તો આવે છે. ત્યારે આજે આ મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો છે. પાવાગઢ સ્થિત માતાજીના મંદિરમાંથી ચોરોએ માતાજીના ઘરેણાની ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે સમગ્ર ઘટનાએ લોકોમાં ચકચાર મચાવી દીધી છે.
સવારે મંદિરમાં માતાજીનો સામાન વેરવિખેર જાવા મળ્યો હતો. તેના કારણે ચોરો દ્વારા આવા ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. સમગ્ર ઘટના માટે પ્રખ્યાત અને હંમેશા સુરક્ષા કવચમાં રહેતા મંદિરમાં ચોર કેવી રીતે ઘુસ્યા તેવો પ્રશ્ન લોકોમાં ઉભો થયો છે. ત્યારે આ બનાવ અંગે પાવાગઢ પોલીસ અને ડીવાયએસપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને બનાવ સંદર્ભે કાર્યવાહી હાથ ધરી છે.
જા કે મંદિરની આસપાસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોવાથી ટૂંક સમયમાં સમગ્ર ઘટના બહાર આવે તેવી શક્યતા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મંદિર બંધ કરાવી દીધું છે. મંદિરમાં ચોરીની આશંકા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.