પાવાગઢના મહાકાળી માતાજીના મંદિરમાં થોડા દિવસ અગાઉ ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં આરોપી મંદિરમાંથી માતાજીના આભૂષણોની ચારી કરી ગયો હતો. આ અંગે મંદિરના ટ્રસ્ટીઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે અંદાજે ૭૮ લાખ રૂપિયાની કિંમતના હાર સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ગુનો નોંધ્યા બાદ આ કેસની ઉંડાણપુર્વક તપાસ કરી હતી.
બાદમાં તપાસને અંતે ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. આ બાબતની માહિતી જિલ્લા પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આપવામાં આવી હતી. શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે ગત ૨૭મી ઓક્ટોબર ૨૪ ની રાત્રે ચોરીનો આ બનાવ બન્યો હતો.