પાળીયાદ ધામ ખાતે પ.પૂ. વિસામણબાપુની જગ્યામાં અમરેલી જિલ્લા ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું છે. તા. ૧૯થી ત્રણ દિવસ માટે આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તકે પ.પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળા બા ઉનડ બાપુ, અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય અને પાળીયાદ ધામ પ.પૂ. વિસામણબાપુની જગ્યાના વ્યવસ્થાપક પૂ. ભઇલુભાઇ ઉપસ્થિત રહ્યા હતા.