પાલીતાણા, તા.૧૬
પાલીતાણામાં ૧૪ સપ્ટેમ્બરના રોજ સરકારી હોસ્પિટલની સામે, તળેટી રોડ પર આવેલ ઈરા ઈન્સ્ટિટ્યૂટ દ્વારા દીકરીઓની પ્રતિષ્ઠા અને સન્માન સંદર્ભે “નારી પ્રતિષ્ઠા” નામના સેમિનાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન સમયમાં દીકરીઓની સુરક્ષા અને સલામતીના હેતુસર પાલીતાણા પોલીસ પરિવાર, જીૐઈ ટીમ, અભયમ ૧૮૧ ટીમ અને મુખ્ય વક્તા ધર્મિષ્ઠાબેન દવેના સહયોગથી ઈરા ઈન્સ્ટિટ્યૂટ, પાલીતાણા દ્વારા દીકરીઓની છેડતી, અસલામતીનો અનુભવ, અજાણ્યા ડર, દુષ્કર્મ, અસામાજિક તત્વો દ્વારા કનડગત, આરોગ્યને લગતી અંગત બાબતો વગેરે સમસ્યાઓના સમાધાન અને માર્ગદર્શન માટે ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતી ધોરણ-૮થી ૧૨ની વિદ્યાર્થિનીઓ અને તેમની માતાઓ માટે એક ખાસ કાર્યક્રમ “નારી પ્રતિષ્ઠા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.