સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ-પાલિતાણા દ્વારા ૧૭મો સમૂહ લગ્નોત્સવ ‘દિકરીનું પાનેતર’ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, જાત મહેનતથી સંપતિ ઘણા લોકો કમાતા હોય છે પણ તે લોકોના હિતમાં ક્યાં વાપરવી તે પાટીદાર સમાજ સારી રીતે જાણે છે. આ સમૂહ લગ્ન તેનું આદર્શ ઉદાહરણ છે. અને સમુહલગ્નમાં સહભાગી થનાર તમામ નવયુગલોને શુભેચ્છા પાઠવી હતી. આ તકે લવજીભાઈ ડાલીયા (બાદશાહ), વલ્લભભાઈ સવાણી, માવજીભાઈ સવાણી, રામજીભાઈ ઈટાલીયા, નનુભાઈ સાવલિયા, દિનેશભાઈ લખાણી સહિત સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજકીય મહાનુભાવો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ યોજાયેલ સમૂહ લગ્નમાં કુલ ૪૫ યુગલો લગ્નગ્રંથીથી જાડાયા હતા.