અમરેલી નગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝનો માટે સુવિધા કેન્દ્ર સ્વરૂપે ડિજીટલ માધ્યમથી ઘરે બેઠા કોઈપણ વડીલ પાલિકાને લગતા કાર્યો તથા સરકારી વિવિધ યોજનાનો લાભ લઈ શકે તે માટે લેવાયેલા સેવાકિય નિર્ણયને અમરેલી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી મૌલિક ઉપાધ્યાયએ આવકાર્યો હતો. આ સેવાકિય નિર્ણય બદલ પાલિકાના માર્ગદર્શક મુકેશ સંઘાણી, પાલિકા પ્રમુખ મનિષાબેન રામાણી, રમાબેન મહેતા, સુરેશભાઈ શેખવા, પીન્ટુભાઈ કુરુન્દલે, ચિરાગ ચાવડા સહિત અમરેલી પાલિકાના તમામ સભ્યો, ચિફ ઓફિસર
અને કર્મચારીગણને અભિનંદન પાઠવ્યા હતા.