પાલનપુરની પ્રતિષ્ઠિત જ્યોર્જ ફિફ્થ કલબમાં ડી.જી. વિજિલન્સ ટીમની રેડ પાડતા મોટી સંખ્યામાં જુગારીઓ ઝડપાયા છે .પોલીસે કલબમાં જૂગટુ ખેલતા કેટલાક ગણમાન્ય લોકો ઝડપાઈ જતા ચકચાર મચી ગઇ છે.
બનાસકાંઠાના પાલનપુરની પ્રતિષ્ઠિત જ્યોર્જ ફિફ્થ કલબમાં ડી.જી. વિજિલન્સ ટીમની રેડ પાડતા મોટી સંખ્યામાં જુગારીઓ ઝડપાયા હતા.શહેરની પ્રતિષ્ઠિત કલબમાં જૂગટુ ખેલતા કેટલાક ગણમાન્ય લોકો ઝડપાઈ જતા ચકચાર જાગી ગઈ છે.પોલીસે પતા સાથે ૩૯ જણાને ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે. જુગારીઓ સાથે ઝડપાયેલી મત્તામાં રોકડા ૧.૭૫ લાખ રૂપિયા કર્યા જપ્ત કર્યા ઉપરાંત ૧૭ જેટલા વાહનો પણ જપ્ત કર્યા છે. પોલીસે જુગારીઓ સામે ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી છે.