મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ભાયંદર સ્ટેશન પાસે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. એક ૬૦ વર્ષીય પિતા અને તેના પુત્રએ આવી રહેલી લોકલ ટ્રેનની સામે પડીને જીવનનો અંત આણ્યો હતો. આ ઘટના સોમવારે સવારે ૯.૩૦ વાગ્યે બની હતી. પિતા અને પુત્રની ઓળખ ૬૦ વર્ષીય હરીશ મહેતા અને તેમના ૩૫ વર્ષીય પુત્ર જય તરીકે થઈ છે. તે વસઈનો રહેવાસી હતો. સીસીટીવી ફૂટેજમાં જાવા મળી રહ્યું છે કે ટ્રેનને આવતી જાઈને બંનેએ એકબીજાના હાથ પકડીને ટ્રેક પર સૂઈ ગયા.
રેલ્વે પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. તેના આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પિતા પુત્રએ આત્મહત્યા કર્યાનો વીડિયો સામે આવ્યો છે. આ એક દુઃખદ ઘટના છે. એક પિતા માટે પોતાના સંતાન કરતા વધુ મહત્વનું કંઈ હોતું નથી. આખરે પિતા-પુત્ર એવી કઈ પરિÂસ્થતિમાં પસાર થતા હશે જ્યારે તેમણે આવું અંતિમ પગલું ભર્યું.