પાર તાપી નર્મદા રિવર લીંક પ્રોજેકટ ને લઈને કોંગ્રેસ દ્વારા આજે ધરમપુર ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ તથા કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા આ રેલીમાં જાડાયા હતા. મોટી સંખ્યામાં આદિવાસીઓ આ રેલીમાં જાડાશે એ અપેક્ષાથી આ રેલીનું આયોજન કરાયું હતું પરંતુ ગતરોજ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા એક્‌ પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટ રદ કરવાની લેખિત બહેધારી સાથે જાહેરાત કરી હતી.

જેને લઈને આજે એની અસર પણ દેખાઈ હતી, ધવલ પટેલે કહ્યું હતું કે રેલીમાં ૫૦૦૦૦ વ્યક્તિઓ જાડાશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ ૧૫૦૦ વ્યક્તિઓ પણ જાડાયા નહીં.  સાથે જ આજની રેલી માં અનંત પટેલ અને અમિત ચાવડા દ્વારા વ્યક્તિગત ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી. જેમાં અનંત પટેલ દ્વારા સતત સાંસદ ધવલ પટેલને જુઠ્ઠલાલ કહેવામાં આવ્યું હતું. બીજીતરફ ધવલ પટેલે આદિવાસી બચાવ રેલી નહીં પરંતુ કોંગ્રેસ બચાવ રેલી કહી શકાય, એમ કહ્યું હતું.

બીજીતરફ અમિત ચાવડા દ્વારા મર્યાદાઓ ઓળંગીને દિલ્હીના રંગા બિલ્લા જેવી ટિપ્પણી પણ કરી હતી. આખી બાબતને લઈને સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે આજની ધરમપુર ખાતેની રેલી સુપર ફ્લોપ રહી છે અને અનંત પટેલ પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠા છે. કોંગ્રેસ દ્વારા ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દ્વારા વ્યક્તિગત ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. એમ ધવલ પટેલે કહ્યું હતું.