(એ.આર.એલ),હૈદરાબાદ,તા.૨૨
હૈદરાબાદમાં એક ભયાનક કિસ્સો બન્યો હતો જેમાં એક પિતાએ પોતાની સાથે સેક્સ કરવાનો ઇનકાર કરવા બદલ ૧૩ વર્ષની દીકરીની હત્યા કરી નાખી હતી. પોતાનો ગુનો છુપાવવા માટે આ માણસે પોલીસ-સ્ટેશન જઈ દીકરી ગુમ થયાની ફરિયાદ કરી હતી. નદીગડ્ડા થાંડામાં રહેતો ૩૫ વર્ષનો નરેશ એક ગ્રોસરી કંપનીમાં ડિલિવરી એજન્ટ હતો અને તેને પાર્ન વિડિયો જાવાની લત લાગી હતી.
આ લતને કારણે નરેશે દીકરીને જ હવસનો શિકાર બનાવવાનું નક્કી કર્યું અને તે સગીરાને લાકડાં ભેગાં કરવાના બહાને જંગલમાં લઈ ગયો હતો. જંગલમાં તેણે દીકરી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. દીકરીએ વિરોધ કરતાં નરેશે તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. ઘરે આવ્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પિતાએ દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. એના ૬ દિવસ બાદ જંગલમાંથી સગીરાનો મૃતદેહ મળતાં પોલીસે તપાસ શરૂ કરી હતી અને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન કૅમેરાનાં ફુટેજના આધારે પિતાને કસ્ટડીમાં લીધો હતો. આરોપીએ ગુનો કબૂલી લેતાં તેની પોસ્કો ઍક્ટ અને ઇન્ડયન પીનલ કોડ સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.