મોડલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક હાલમાં જ ક્રિકેટર હાર્દિક પંડ્યાથી છૂટાછેડાને કારણે ચર્ચામાં હતી. તેના ક્રિકેટર પતિથી છૂટાછેડાની જાહેરાત પહેલા જ નતાશા તેના હોમ ટાઉન સર્બિયા ગઈ હતી અને તાજેતરમાં તે મુંબઈ પાછી આવી હતી. અભિનેત્રીએ તાજેતરમાં બી-ટાઉનમાં દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી, જ્યાં તેની સ્ટાઈલ જાવા જેવી હતી. નતાશાએ ડિઝાઇનર જાડી અબુ જાની-સંદીપ ખોસલાની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી.
આ સમય દરમિયાન તેણે લાલ સાડી પહેરી હતી, જેને તેણે કોર્સેટ બ્લાઉઝ સાથે કેરી કરી હતી. આ લુકમાં નતાશા ખૂબ જ સુંદર લાગી રહી હતી.નતાશાએ ફિટનેસ કોચ એલેક્ઝાન્ડર એલેક્સ સાથે પાર્ટીમાં હાજરી આપી હતી, જે દિશા પટણીને ડેટ કરી રહ્યો હોવાની અફવા હતી. પરંતુ, હવે તેનું નામ નતાશા સાથે જાડવામાં આવી રહ્યું છે. ઓનલાઈન સામે આવેલા વિડીયોમાં નતાશા લાલ કપડામાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. એક્ટ્રેસ કારમાંથી નીચે ઉતરી કે તરત જ એલેક્ઝાંડરે તેના માટે કારનો ગેટ ખોલ્યો અને પછી સાડીને એડજસ્ટ કરવામાં પણ તેની મદદ કરી. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં બંને એકસાથે પોઝ આપતા જાઈ શકાય છે, જેના પર ઘણા યુઝર્સે કોમેન્ટ કરી અને કટાક્ષ કર્યા.
નતાશા સ્ટેનકોવિક વર્ષની શરૂઆતથી જ તેના અંગત જીવનને લઈને ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. વર્ષની શરૂઆતમાં, એવા અહેવાલો આવ્યા હતા કે નતાશા અને હાર્દિક અલગ થઈ રહ્યા છે, લાંબા સમય સુધી આ અહેવાલો પર મૌન રાખ્યા પછી, દંપતીએ જુલાઈમાં એક સંયુક્ત નિવેદન સાથે જાહેરાત કરી હતી કે બંનેએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે, આ સાથે બંનેએ એમ પણ કહ્યું કે તેઓ તેમના પુત્ર અગસ્ત્યના ઉછેર માટે હંમેશા સાથે રહેશે.