વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે ઉત્તરપ્રદેશના ભાજપના સાંસદોને બ્રેકફાસ્ટ માટે બોલાવ્યા હતા. ભાજપના લગભગ ૩૬ સાંસદ વડાપ્રધાનને મળવા દિલ્હી પહોંચ્યા હતા. જોકે લખીમપુર હિંસાને લઈને વિવાદોમાં ઘેરાયેલા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની અહીં જોવા મળ્યા નહોતા. બેઠક પછી સાંસદોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ તેમને કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ પાર્ટી અને સંગઠનથી મોટી નથી. એ વાતને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણીમાં જોડાઈ જોઓ.
મોદીએ બેઠક દરમિયાન સાંસદો પાસેથી ઉત્તરપ્રદેશમાં પાર્ટીનો ફીડબેક પણ લીધો હતો, સાથે જ લખીમપુર ખેડૂત હિંસાનું ટેમ્પરેચર પણ સમજવાની કોશિશ કરી. અડધો કલાકની મુલાકાત પછી તમામ સાંસદ પીએમ આવાસથી નીકળી ગયા હતા.
મોદી આ પહેલાં અલગ-અલગ રાજ્યોના સાંસદોની સાથે મુલાકાત કરતા રહ્યા છે. દરેક વખતે સંસદ સત્ર દરમિયાન પીએમ અલગ-અલગ રાજ્યના સાંસદોને મળતા રહ્યા. જોકે આ વખતે યુપી ચૂંટણી પહેલાં તેમની રાજ્યના સાંસદો સાથેની મુલાકાતને મહત્વની ગણવામાં આવે છે. તેમણે આ પહેલાં પૂર્વોત્તર, દક્ષિણનાં રાજ્યો અને મધ્યપ્રદેશના સાંસદો સાથે મુલાકાત કરી છે.
ઉત્તરપ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં બીજી વખત જીત મેળવવી એ ભાજપ માટે એક પડકાર છે. એના માટે વડાપ્રધાન મોદી સતત સરકારી યોજનાઓ અને પરિયોજનાઓનાં લોકાર્પણ અને શિલાન્યાસ માટે વડાપ્રધાનઁ પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન જે ફીડબેક મળ્યો છે એના આધારે સાંસદોને પણ મોદીએ ચૂંટણીમાં જોડાઈ જવાનો મંત્ર આપ્યો છે. મોદીએ આ બેઠકોમાં સાંસદોને સરકાર અને પાર્ટીનાં કામો સિવાય લોકો સાથે જોડાયેલાં અન્ય મહ¥વનાં કામ કરવા માટે પ્રેરિત કરે છે.