દારૂના નશામાં વ્યક્તિ સારા-નરસાનું ભાન ભૂલી જતા હોય છે અને શું કરે છે તેની ખબર રહેતી નથી હોતી. બાબરાના પાનસડા ગામે રહેતી એક મહિલાનો પતિ ઘરે દારૂ પીને આવ્યા બાદ ગાળો બોલતો હતો. જેથી પત્નીએ ઘરમાં જુવાન દીકરીઓ છે તમે ગાળો ન બોલો તેમ કહેતા પત્નીને મુંઢ ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે જયાબેન સોંદરવા (ઉ.વ.૩૫)એ પતિ રમેશભાઈ મુળજીભાઈ સોંદરવા સામે ફરિયાદ કરી હતી. જે મુજબ પતિ રમેશભાઈ ઘરે દારુ પીને આવીને જેમ ફાવે તેમ ગાળો બોલતા હતા. જેથી તેમણે ઘરે જુવાન દીકરીઓ છે ગાળો ન બોલો તેમ કહેતા ઉશ્કેરાઈ ગયા હતા. લાકડી તથા ચંપલ વડે મુંઢ માર મારી તેમને તથા તેમની દીકરીઓને મુંઢ ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.