ધારીના પાદરગઢ ગામે વાડીમાં જેસીબી લાવવા મુદ્દે કુટુંબીજનો બાખડ્‌યા હતા. આ અંગે ઉદયભાઈ બાવકુભાઈ વાળા (ઉ.વ.૨૮)એ કનાભાઈ વીરાભાઈ વાળા, કરણભાઈ કનુભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ તેમની વાડીમાં જેસીબી લઈને ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. તેમને જેસીબી પરત લેવાનું કહેતા ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી મુંઢ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સી.વી.ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.