પાણીયા ગામે કમાડ ભાંગવા મુદ્દે થયેલા મનદુઃખમાં યુવકને ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત ગાળો બોલવામાં આવી હતી. જયંતિભાઈ મોહનભાઈ કુકવાવા (ઉ.વ.૪૫)એ અતુલભાઈ નટુભાઈ કુકવાવા, અજયભાઈ નટુભાઈ કુકવાવા તથા નટુભાઈ કાનજીભાઈ કુકવાવા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના મકાનનું કમાડ અગાઉ ભાંગી નાંખ્યું હતું. જેનું સમાધાન થઈ જતા મનદુઃખ રાખી હાથમાં બેટ, લાકડી લઈને એક ઘા મારી ઈજા કરતા માથાના ભાગે ચાર ટાંકા આવ્યા હતા.
તેમજ તેમના પત્ની જયાબેનને ત્રણેય જણાએ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.ડી.જોષી વધુ તપાસ
કરી રહ્યા છે.