આ વર્ષે દેશના અનેક રાજ્યોમાં પૂર જેવો વરસાદ આવ્યો છે. અનેક રાજ્યો અસરગ્રસ્ત છે. ત્યારે કેન્દ્ર સરકારે પુર અસરગ્રસ્ત ગુજરાત સહિત ૩ રાજ્યો માટે ૬૭૫ કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી છે. જેમાં મણિપુરને ૫૦ કરોડ, ત્રિપુરાને ૨૫ કરોડ સહાય અને ગુજરાતને ૬૦૦ કરોડની સહાયની જાહેરાત કરી છે. ત્યારે પૂરગ્રસ્ત ગુજરાતને બેઠું કરવા માટે કેન્દ્ર સરકારની આ સહાય મહત્વની સાબિત થશે.
થોડા દિવસો પહેલા ઇન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમો પૂરથી અસરગ્રસ્ત આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મણિપુરમાં નુકસાનના સ્થળ પર જ મૂલ્યાંકન માટે નિયુક્ત કરવામાં આવી હતી, જેમને સ્થળ પરીક્ષણ તથા સર્વે માટે અલગ અલગ રાજ્યોની મુલાકાત લીધી હતી. કેન્દ્ર સરકારે પુર અસરગ્રસ્ત ગુજરાત સહિત ૩ રાજ્યો માટે સહાયની કરી જાહેરાત કરી છે, જેમાં મણિપુર ને ૫૦ કરોડ, ત્રિપુરા ને ૨૫ કરોડ સહાય અને ગુજરાતને ૬૦૦ કરોડની સહાયની જાહેરાત કરી છે.
૧૫ સપ્ટેમ્બરથી ૩ દિવસ માટે કેન્દ્રીય ટિમ ગુજરાતની પણ મુલાકાતે હતી. ગુજરાતમાં વડોદરા સહિત ૧૪ જિલ્લાઓ જે પુર અસરગ્રસ્ત હતા, ત્યાં નુકસાનીનો સર્વે કરાયો હતો. રાજ્ય દ્વારા અંદાજીત ૯૦૦ કરોડના નુકસાન અંગે ટીમ ને જણાવવામાં આવ્યું હતું. જેમાંથી ૬૦૦ કરોડની રાહત મંજુર કરવામાં આવી છે.