(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૭
ભારતની મહિલા રેસલર વિનેશ ફોગાટનું વજન વધુ હોવાને કારણે તે ઓલિમ્પકમાં આજે રેસલિંગની ફાઈનલ મેચ રમી શકશે નહીં. વિનેશ ફોગાટ મેડલથી વંચિત રહી હઈ છે. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકિશ ટિકૈતે તેની પાછળ કોઈ ષડયંત્ર ગણાવ્યું છે. કંઈક આવી આશંકા ખુદ વિનેશ ફોગાટે આશરે ૪ મહિના પહેલા વ્યક્ત કરી હતી.
વિનેશ ફોગાટે ૯ એપ્રિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી હતી. તેણે લખ્યું- બૃજભૂષણ અને તેના દ્વારા બેસાડવામાં આવેલ ડમી સંજય સિંહ દરેક રીતે પ્રયાસ કરી રહ્યાં છે કે મને ઓલિમ્પકમાં રમવાથી રોકવામાં આવે. જે ટીમની સાથે કોચ લગાવવામાં આવ્યા છે, તે બધા બૃજભૂષણ અને તેની ટીમના ખાસ છે. તે વાતથી ઈનકાર ન કરી શકાય કે મારી મેચ દરમિયાન મારા પાણીમાં કંઈક મિક્સ કરી પીવળાવી દેવામાં ન આવે? જા હું કહું તો મને ડોપમાં ફસાવી દેવાનું ષડયંત્ર થઈ શકે છે, તો ખોટું નહીં હોય. આ પોસ્ટ વિનેશની છે, જેમાં તેણે ષડયંત્રની શંકા વ્યક્ત કરી હતી. મહત્વનું છે કે વિનેશ ફોગાટે આ પોસ્ટ ત્યારે કરી હતી, જ્યારે ભારતીય કુશ્તી મહાસંઘના તત્કાલીન અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ સાથે તેનો વિવાદ ચાલી રહ્યો હતો. આ દરમિયાન તેણે બૃજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારે ભારતના ઘણા રેસલરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમાં બજરંગ પૂનિયા અને સાક્ષી મલિક પણ સામેલ હતા.વિનેશ ફોગાટના સસરાએ પણ ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. તેમનો દાવો છે કે વિનેશની સાથે રાજનીતિ ચાલી રહી છે. તેમણે કહ્યું- કેટલાક લોકો શરૂઆતથી વિનેશની પાછળ લાગેલા છે કે તેને કઈ રીતે હરાવવામાં આવે. વિનેશને મેટ પર ન હરાવી શક્યા, તેથી રાજનીતિ કરી નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જા વજન ૧૦૦ ગ્રામ વધુ હતું તો ૧૦ મિનિટનો સમય આપવો હતો. પરંતુ ષડયંત્ર દ્વારા આ કરવામાં આવી રહ્યું છે. તેને ષડયંત્ર દ્વારા બહાર કરવામાં આવી રહી છે.માત્ર ૧૦૦ ગ્રામ વધારે વજન હોવાને કારણે રેસલર વિનેશ ફોગાટ ઓલિમ્પક મેડલની રેસમાંથી બહાર ફેંકાઈ હોવાનું સામે આવ્યું છે. આ વાત માન્યામાં આવે એવી નથી, કે રાતોરાત કઈ રીતે વધી ગયું વજન. પરંતુ કમિટીએ પોતાનો આદેશ સંભળાવી દીધો છે. ભારતીય ઓલિમ્પક સંઘ દ્વારા આ આઘાતજનક સમાચારોની પુષ્ટિ કરવામાં આવી છે