પાટનગરમાં પાણીની કમીને લઇ હરિયાણા અને દિલ્હી સરકારમાં તકરાર વધી રહી છે.જયાં તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે દિલ્હીના અધિકારનું પાણી હરિયાણા લઇ જઇ રહ્યું છે ત્યારે હવે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરે તેમના પર પલટવાર કર્યો છે.
મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટે કહ્યું કે દિલ્હીના લોકો પાણીની કમીની વાત કરે છે અમારૂ કહેવું છે કે પાણીની કમીને પુરી કરવાની છે તો જવાબદારી માત્ર હરિયાણાની જ નહીં પરંતુ તેમની પણ છે અત્યાર સુધી આપની પાસે ફકત દિલ્હી હતી હવે તેમની પાસે પંજોબ પણ આવી ગયું છે અને પંજોબ હરિયાણાનો વર્ષોનો વિવાદ છે.
મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યું કે જો આ તે વિવાદને ખતમ કરે છે અને સાડા ત્રણ એમએએફ પાણી અમને પુરૂ મળી જોય તો હું વચન આપુ છું કે દિલ્હીને વધુ પાણી આપવું પડશે તો આપીશ અમે અમારા લોકોને પ્યાસા મારી તેમને પાણી પુરવઠો આપીએ આ ન્યાય નથી
દિલ્હી સરકાર તરફથી એ કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં પાણીની કમી એટલા માટે વધી ગઇ છે કારણ કે યમુનાનું પાણી સુકાઇ ગયુ છે અને તેનું સૌથી મોટું કારણે હરિયાણા દ્વારા દિલ્હીના હકનું પાણી નહીં છોડવાનું છે આથી હરિયાણા સરકારને પત્ર લખવામાં આવ્યો છે અને હરિયાણા સરકારથી તાકિદે પાણી રિલીજ કરવાની માંગ પણ કરી છે.તેમણે કહ્યું હતું કે જો સ્થિતિ આવી જ રહી તો આગળ પાણીની કમી વધી શકે છે
એ યાદ રહે કે તાજેતરના દિવસોમાં યમુના નદીનું જળ સ્તર એટલું નીચે આવી ગયું છે કે નદીનો મોટાભાગનો હિસ્સો ખાલી મેદાનમાં ફેરવાઇ ગયો છે યમુના નદી સુકાઇ જવાને કારણે દિલ્હીમાં પાણીની સપ્સાઇ પર પણ તેની મોટી અસર જોવા મળી રહી છે.