સમગ્ર વિશ્વમાં પાણીની વધતી કટોકટી ખાદ્ય ઉત્પાદન માટે મોટો ખતરો બની રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જા આને નિયંત્રિત કરવામાં નહીં આવે તો ૨૦૫૦ સુધીમાં વૈશ્વીક જીડીપી આઠ ટકા સુધી ઘટી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઓછી આવક ધરાવતા દેશોમાં જીડીપી ૧૫ ટકા સુધી ઘટી શકે છે.
ઇન્ટરનેશનલ ગ્રુપ ગ્લોબલ કમિશન ઓન ધ ઇકોનોમિક્સ ઓફ વોટરના અહેવાલ મુજબ નબળી આર્થિક વ્યવસ્થા, જમીનનો વધતો ઉપયોગ, જળ સંસાધનોના નબળા સંચાલન અને આબોહવા સંકટના કારણે વૈશ્વીક જળ સંકટ સર્જાયું છે. આ કારણે ૨૦૫૦ સુધીમાં વિશ્વના અડધાથી વધુ ખાદ્ય ઉત્પાદન જાખમમાં છે. આનાથી મોટા આર્થિક પરિણામો પણ આવી શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે લગભગ ત્રણ અબજ લોકો અને અડધાથી વધુ ખાદ્ય ઉત્પાદન એવા વિસ્તારોમાં છે જ્યાં પાણી ક્યાં તો સુકાઈ ગયું છે અથવા સુકાઈ જવાની આરે છે. ઘણા શહેરો ભૂગર્ભજળની અછતનો સામનો કરી રહ્યા છે.
પોટ્સડેમ ઇન્સ્ટીટ્યૂટ ફોર ક્લાઈમેટના ડિરેક્ટર જાહાન રોકસ્ટ્રોમ કહે છે કે વિશ્વની અડધાથી વધુ વસ્તી પાણીની તંગીનો સામનો કરી રહી છે. પાણીની ઉપલબ્ધતા સતત ઘટી રહી હોવાથી ખાદ્ય સુરક્ષા અને માનવ વિકાસ જાખમમાં છે. ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે વૈશ્વીક જળચક્ર અસંતુલિત બન્યું હોય. આબોહવા પરિવર્તન અને જમીનનો વધતો ઉપયોગ માનવ અસ્તીત્વના પાયાને નબળો પાડી રહ્યો છે. જળ વ્યવસ્થાપનની પહેલ ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં નિષ્ફળ રહી છે.
ડબ્લ્યુટીઓના ડાયરેક્ટર-જનરલ અને કમિશનના સહ-અધ્યક્ષે જણાવ્યું હતું કે વૈશ્વીક જળ સંકટ એક દુર્ઘટના છે, પરંતુ તે પાણીના અર્થશાસ્ત્રમાં પરિવર્તન લાવવાની તક પણ રજૂ કરે છે. આપણે પાણીની અછત અને તેનાથી મળતા અનેક ફાયદાઓ ઓળખવા માટે યોગ્ય રીતે મૂલ્યાંકન કરીને શરૂઆત કરવી જાઈએ.
આભાર – નિહારીકા રવિયા