લાઠી તાલુકાના પાડરશીંગા ગામેથી પોલીસે ત્રણ જુગારીને રૂ.૧૧,૧૦૦ રોકડા સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. પાડરશીંગા ગામે બસ સ્ટેશન પાસેથી પોલીસે જયરાજભાઇ બહાદુરભાઇ ખુમાણ, ઘનશ્યામભાઇ વેકરીયા તથા જયરાજભાઇ બીચ્છુભાઇ ખુમાણને જાહેરમાં પૈસા-પાના વડે હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમતાં રોકડા રૂ.૧૧,૧૦૦ સાથે ઝડપી લીધા હતા.