કાગવડ ખાતે તા.ર૧-૦૧-ર૦રરના રોજ યોજાનાર ભવ્ય પાટોત્સવ નિમિત્તે આમંત્રણ આપવા નરેશભાઇ પટેલ સહિત ટ્રસ્ટી મંડળ ત્રણ દિવસના પ્રવાસે અમરેલી જિલ્લામાં આવેલ છે. આજે સવારે ચરખા ખાતે ભવ્ય સ્વાગત કરાયા બાદ બાબરા પધારેલા નરેશભાઇ પટેલનું બાબરા તાલુકા ખોડલધામ સમિતિના કન્વીનર મગનભાઇ કોઠીયાની આગેવાની નીચે લેઉવા પટેલ સમાજના આગેવાનોએ નરેશભાઇ પટેલનું ભવ્ય સન્માન કર્યું હતું. આ તકે નરેશભાઇ પટેલે સમાજ સંગઠીત થાય અને મા ખોડલના પાટોત્સવમાં વધુમાં વધુ લોકો હાજર રહે તેવું ભાવ ભર્યું નિમંત્રણ પણ આપ્યું હતું. ત્યારબાદ લાઠી કલાપી સ્કૂલ ખાતે લાઠી તાલુકા ખોડલધામ સમિતિના કન્વીનર અશોકભાઇ ભાદાણીની આગેવાનીમાં લાઠી તાલુકાના આગેવાનો અને લોકોની હાજરીમાં લાઠી ખોડલધામ ઓફિસનું ઉદ્‌ઘાટન નરેશભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાઆરતી યોજાઇ હતી. જેમાં દામનગર ખાતે કન્વીનર બટુકભાઇ શિયાણીની ટીમ દ્વારા નરેશભાઇ પટેલનું સન્માન કરાયું હતું. જેમાં પાટોત્સવમાં દામનગર વિસ્તારના લોકો વધુમાં વધુ સેવા અર્થે જાડાય તે માટે નરેશભાઇ પટેલે આહવાન કર્યું હતું. ત્યારબાદ લીલીયા પટેલ વાડી ખાતે ડો. જયંતીભાઇ કુંભાણી અને તેમની ટીમ દ્વારા નરેશભાઇ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને નરેશભાઇ પટેલ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતાં. જેમાં ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારબાદ લાલાવદર ખાતે ગામ લોકો દ્વારા નરેશભાઇ પટેલનું ભવ્ય સ્વાગત કરાયુ હતું. અમરેલી પટેલ સંકુલ ખાતે નરેશભાઇ પટેલનું મહિલા ખોડલધામ સમિતિની બહેનોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ અમરેલી શહેર ખોડલધામ સમિતિના કન્વીનર સંજયભાઇ રામાણી અને તાલુકા ખોડલધામ સમિતિના કન્વીનર ભરતભાઇ ચકરાણીની આગેવાની નીચે નરેશભાઇ પટેલનું વિવિધ સમિતિઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નરેશભાઇ પટેલે અમરેલી જિલ્લામાંથી કાગવડ ખાતે સેવાકાર્યો કરવામાં આવે છે તેની નોંધ લીધી હતી અને પાટોત્સવમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું. આ તકે સાંસદ નારણભાઇ કાછડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઇ વેકરીયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી,બાવકુભાઇ ઉંધાડ, હિરેનભાઇ હિરપરા, શરદભાઇ ધાનાણી, કાંતિભાઇ વઘાસીયા, વસંતભાઇ મોવલીયા, પ્રેમજીભાઇ ડોબરીયા,ગોપાલભાઇ રૂપાપરા, બકુલભાઇ સોરઠીયા, રમેશભાઇ કાથરોટીયા, મનુભાઇ દેસાઇ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.