(એ.આર.એલ),સુરત,તા.૧૪
ગુરુવારે સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. અડાજણ ખાતે કુલ રૂ. ૭૭.૦૮ કરોડના ખર્ચે ‘પીએમ આવાસ યોજના’ના ઇડબ્લ્યુએસ આવાસનું લોકાર્પણ કરાયું હતુ. ત્યારે મહાનગર પાલિકાના આવાસ ડ્રો કાર્યક્રમમાં ગેરહાજર ભાજપના ૫૫ કોર્પોરેટરો પાસેથી ગેરહાજરીનો ખુલાસો માંગવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને આયોજીત કાર્યક્રમમાં હાજર નહીં રહેલા કોર્પોરેટરો પાસે પાર્ટીએ ખુલાસો માંગ્યો છે. તમામના જવાબો પાર્ટી પ્રમુખને સોંપી દેવાશે. શાસક પક્ષ નેતાએ તમામ કોર્પોરેટર પાસે જવાબ માંગ્યો છે. કોર્પોરેટરોએ જવાબ લખાવવો પડશે.સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. અડાજણ ખાતે કુલ રૂ. ૭૭.૦૮ કરોડના ખર્ચે ‘પીએમ આવાસ યોજના’ના ઇડબ્લ્યુએસ આવાસ નું લોકાર્પણ કરાયું.ઇડબ્લ્યુએસ-૫૪ અને ઇડબ્લ્યુએસ-૫૧ના કુલ ૭૪૪ આવાસો પૈકી ૩૯૦ આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાયો હતો. કેન્દ્રીય જળશક્ત મંત્રી સી.આર.પાટીલ ના હસ્તે ડ્રો કરવામાં આવ્યો હતો. આ સાથે ગુજરાત રાજ્યના મંત્રી મુકેશ પટેલ અને પ્રફુલભાઇ અને પાલિકાના સ્થનિક નેતાઓ હાજર રહ્યા હતા. કુલ ૩૨૭ આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો.
જાકે, કાર્યક્રમમાં સુરત ભાજપના અડધોઅડધ કોર્પોરેટરની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી. સુરત પાલિકાની ૧૨૦ બેઠક છે. જેમાંથી ભાજપના ૧૦૮ કોર્પોરેટર છે. તેમાંથી ૫૫ એટલે કે અડધોઅડધ કોર્પોરેટર કાર્યક્રમમાં દેખાયા ન હતી. જેની પાર્ટી દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી
છે.કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે કાર્યક્રમમાં કહ્યું હતું કે, ૧૬ મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૨૦૦ જેટલા પ્રધાનમંત્રી આવાસના ગુજરાતના અલગ અલગ વિસ્તારના આવસોનું મકાનનું લોકાર્પણ કરશે. એ પહેલા સુરતના પણ ૩૯૦ મકાન તૈયાર છે નજીકના ભવિષ્યમાં પણ વિજય પ્રોજેક્ટ ખૂબ જ આકાર લઈ રહ્યો છે. આવા ૩૯૦ લોકોને મકાનના ડ્રો કરીને તમારા બધાની હાજરીમાં બિલકુલ વ્યાજબી ભાવે અને તટસ્થ મહાનગરપાલિકા જે રીતે આ મકાનો જે રીતે ફાળવો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું છે કે દરેક વ્યક્તને પોતાનું ઘર પ્રાપ્ત થાય. વ્યાપારી, નાની બચત કરી ભવિષ્યમાં પોતાનું મકાન બને સપના જાતું હોય છે. પરંતુ જે રીતે જમીનની કિંમત વધે છે બાંધકામના મકાનોના સમાનની કિંમત વધે છે. એના કારણે એનું સફળ સપનો એના બચતના આધાર અને પૂરો થઈ શક્તું નથી. અમે એક મીટીંગ હતા જેમાં પ્રધાનમંત્રી મોદીએ હાકલ કરી. મોદીસાહેબે કહ્યું બધા પોતાના શહેરને સ્વચ્છતામાં પ્રથમ ક્રમે લાવો. બધા એક બીજાનું મોઢું જાતાં હતા ત્યારે મેં એમનું બધાનું મોઢું જાયું. કોઈના માં તાકાત નહિ હતી પણ મે મારા શહરને પ્રથમ ક્રમ અપાવ્યો.