ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. દિવાળી પહેલા સરકારમાં ઘણા નવા ચહેરા જાવા મળશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથવિધિને લઈને તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.ગુજરાતમાં નવા મંત્રીમંડળને લઈને સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે, જેમાં આવતીકાલે એટલે કે ૧૭ ઓક્ટોબરે ૧૧.૩૦ કલાકે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે. આજ સાંજ સુધીમાં અનેક મંત્રીઓ રાજીનામાં આપી દેશે. આ વખતે નવા મંત્રીમંડળમાં ઘણા નવા ચહેરાઓ જાવા મળી શકે છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નવા મંત્રીમંડળમાં ૨૦ થી ૨૨ સભ્યોનો સમાવેશ થઈ શકે છે.વર્તમાન મંત્રીઓ સાથે નવા મંત્રીઓનો સમાવેશ થશે. મંત્રી ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી યથાવત રહી શકે છે. નવા મંત્રીમંડળમાં કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાંથી નવા સભ્યોનો સમાવેશ થઈ શકે છે.સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થવાનો છે, ત્યારે મંત્રી મંડળમાં ૪ લેઉવા અને ૨ કડવા પટેલને તો ૨ જી્‌ અને ૨ જીઝ્ર ચહેરાને સ્થાન મળી શકે છે. આ ઉપરાંત ૪ ઠાકોર-કોળી, ૧ બ્રાહ્મણનો સમાવેશ થઈ શકે છે. એટલું જ નહીં પણ નવા મંત્રીમંડળમાં ૨ ક્ષત્રિય ચહેરાઓ પણ જાવા મળી શકે છે.શપથગ્રહણ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ચુકી છે. મોટા ભાગના ધારાસભ્યો આજ બપોર સુધીમાં ગાંધીનગર પહોંચી ચુકવાના છે. નોંધનીય છે કે, મુખ્યમંત્રી દ્વારા તમામ ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યો છે.મંત્રી મંડળના વિસ્તારણની ચર્ચાઓ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાત આવવા માટે રવાના થઇ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ આવતીકાલે ગુજરાત આવે તેવી શક્્યતા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવે તેવી શકયતા છે. જે. પી. નડ્ડા અને અમિત શાહ ૧૭મી ઓક્ટોમ્બર શુક્રવારના રોજ ગુજરાત આવી શકે.