(એ.આર.એલ),પાટણ,તા.૧૩
પાટણમાં ચાણસ્મા નજીક મસાલાનો વેપારી લૂંટાયો છે. ત્રણ અજાણ્યા ઇસમોએ છરી બતાવી લૂંટ આદરી હતી. વેપારી પાસેથી ૨.૧૬ લાખ રૂપિયાથી પણ વધુ રકમની લૂંટ કરવામાં આવી હતી. પોલીસે ત્રણ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. લૂંટના બનાવોમાં વધારો થવાના પગલે પાટણ પોલીસે હવે ઓવરટાઇમ કરવો પડી રહ્યો છે. આના પગલે પોલીસે લૂંટના ગુનાઓને રોકવા માટે હાઇવે અને તેની આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવું પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ચોરીના વધતાં બનાવોના પગલે વેપારીઓમાં પણ ચિંતાનું વાતાવરણ છે.
આ પહેલાં ઉત્તર ગુજરાતમાં તાજેતરમાં જ પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલ છાપી નજીક આંગડિયા પેઢીના કર્મચારીનો દાગીના ભરેલા થેલાની લૂંટ થઈ હતી. આ લૂંટ કરનારા લૂંટારૂઓને પાટણ એલ.સી.બી પોલીસે ઝડપ્યા હતા. અમદાવાદના આંગડિયા પેઢીના કર્મચારી હોટલ ઉપર ચા પી બસમાં બેઠો ત્યારે થેલો ઝૂંટવી લૂંટનાં ગુનાને અંજામ આપી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા.જેમાં રૂપિયા ૧.૩૦ કરોડ નાં ૨૯ પેકેટ ભરેલો સોનાના દાગીના નો થેલો ઝુંટવી ત્રણ શખ્શો ફરાર થઈ જતાં ઘટનાને પગલે પાટણ પોલીસે અલગ અલગ ટિમો બનાવી હાઇવે પર પેટ્રોલિંગ શરૂ કર્યા હતા ત્યારેપાટણ એલસીબી પોલીસ એ પેટ્રોલિંગ સમયે શંકાના આધારે રુવાવી ગામ આગળ થી ત્રણ લૂંટારુ ઝડપ્યા અને સઘન પૂછપરછ હાથ ધરતા સમગ્ર લૂંટ અંગે કબૂલાત કરી હતી.એલસીબીએ આરોપી પાસેથી લૂંટ કરેલ મુદામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.