પાટણના ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં જુગારના કેસમાં ઝડપાયેલા આરોપીનું શંકાસ્પદ મોત થતા પોલીસની કામગીર પર અનેક સવાલો ઊઠી રહ્યા છે.. જુગારના કેસમાં ઝડપાયેલા આરોપી દિનેશ રાવળનું પોલીસ કસ્ટડિયમાં લોહીની ઉલ્ટીઓ થતા મુત્યું થયું હતું, ત્યારે યુવકના પરિવારે પોલીસના મારથી આરોપીનું મુત્યું થયું હોવાનો આરોપી લગાવ્યો છે..કસ્ટોડિયલ ડેથને લઈને અનેક સવાલો ઊઠી રહ્યા છે.
દિનેશ રાવળનું પોલીસ મથકમાં મોત થતા પરિવારે પોલીસ સ્ટેશન બહાર હોબાળો મચાવ્યો હતો.. યુવકને ધાબા પર લઈ જઈને પોલીસે માર માર્યો હોવાનો પરિવારે આક્ષેપ લાગવ્યો છે..ઘટનાને લઈને મોટી સંખ્યમાં ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્ર પર મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા..અને પીડિત પરિવારને ન્યાય મળે તેની માંગ સાથે દોષિત પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી..
ઘટનાની જાણ થતા મોડી રાત્રે મામલતદાર સહિતના અધિકારીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા..અને મામલો થાળે પાડ્યો હતો.. જા કે પરિવાર દ્વારા જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતહેદ લેવાનો ઈન્કાર કરી દીધો છે, અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે..