(એ.આર.એલ),પાટણ,તા.૩
પાટણમાં એક શિક્ષકને ચેક રિટર્ન કેસમાં સજા અને દંડ ફટકારવામાં આવ્યો. કોર્ટે શિક્ષકને ચેક રિર્ટન થતા ૧ વર્ષની સજા અને ત્રણ લાખનો દંડ ફટકાર્યો. શિક્ષકે એક વસ્તુની ખરીદી કરી હતી. આ વસ્તુની ખરીદી મામલે દુકાનદારને ચેક આપ્યો હતો. જયારે દુકાનદાર ચેક જમા કરાવવા બેંકમાં ગયા તો બેંક ના પાડી. દુકાનદારનો ચેક રીટર્ન થતા તેમણએ ગ્રાહક સામે ચેક રિટર્ન થવા મામલે ફરિયાદ નોંધાવી. આ ફરિયાદ પર કાર્યવાહી થતા કોર્ટે ગ્રાહક શિક્ષકને સજા અને દંડ ફટકાર્યા.
પ્રાપ્ત વિગત મુજબ પાટણમાં એક શિક્ષક પોતાની ઇચ્છા મુજબ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાંથી ખરીદી કરી હતી. સામાનની ખરીદી બદલ ગ્રાહક દુકાનદારને ચેક આપ્યો હતો. સરસ્વતીના દેલિયારા પ્રાથમિક શાળાના આ શિક્ષકે ૨૦૧૯માં બાલાજી ઇલેકટ્રોનિક્સની દુકાનમાંથી ૨.૧૧ લાખની ઈલેક્ટ્રીક સામાનની ખરીદી કરી હતી. તેમણે આ દુકાનના માલિક નિલેશ પટેલને કહ્યું હતું કે તેઓ ખરીદી કરેલ સામાનના પૈસા ૧ મહિના પછી આપશે. આ વચન આપ્યા બાદ શિક્ષકે દુકાનમાંથી ૨.૧૧ લાખનો ઇલેક્ટ્રીક સામાન ખરીદ્યો હતો.શિક્ષકે વચન મુજબ દુકાનદાર નિલેશ પટેલને માંગતી રકમનો ચેક આપ્યો. પરંતુ તેમનો ચેક બાઉન્સ થયો હતો. ત્યારબાદ પૈસા આપવામાં ગલ્લા તલ્લાં કરતા શિક્ષક સામે દુકાનદારે ફરિયાદ નોંધાવી. ચિક રિટર્ન થવાના મામલે શિક્ષક દોષિત સાબિત થતા કોર્ટે એક વર્ષની સાદી કેદ અને ચેકની રકમની દોઢી રકમ ૩,૦૦,૦૦૦નો દંડ કર્યો હતો જા આરોપી દંડની રકમના ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.