સિદ્ધપુર શહેરના તાહિરપુરા ગામે ફાયરિંગની ઘટના બની જેનું કારણ હતું પૈસા અને અહીંયા પૈસા બન્યા વેરી જેમાં ગામમાંજ રહેતા કૌટુંબિક અને ઓળખીતાઓ દ્વારા પૈસાની રેતીદેતી મામલે બે રાઉન્ડ ફાયરિંગ કરી ફરિયાદીને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઇ ગયા, સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા સિદ્ધપુર પોલીસે ૨ આરોપીને દેશી તમંચા સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સિધ્ધપુરના તાહીરપુરા વિસ્તારમાં આવેલ પુલના નીચે ૯ જુલાઈના રોજ ધડાધડ ફાયરિંગની ઘટના બની હતી જેમાં કેટલાક ઇસમો દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરીને ફરિયાદી ના પગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા સમગ્ર મામલે સિદ્ધપુર પોલીસ મથકે શાહીલે કેટલાક ઈસમો વિરોધ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ પ્રમાણે સાહિલ પર બે ઈસમો દ્વારા પૈસાની રેતીદેતી મામલે ફરિયાદીને માર મારી ફાયરિંગ કરી પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેમાં આરોપીઓ દ્વારા પ્રથમ મારામારી કરવામાં આવી હતી અને જેમાં એક ઈસમે દેશી તમંચો કાઢી સાહિલ પર ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરી સાહિલને પગમાં ગંભીર ઈ જાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા.
સમગ્ર ઘટના પોલીસ ફરિયાદ મુજબ પૈસાની રેતી દીતી ના કારણે થઈ હતી અને આ ઘટનાને અંજામ આપનાર કોઈ બીજા નહીં પરંતુ ફરિયાદી સાહિલના કૌટુંબિક અને ગામના ઓળખીતા ઇસમો દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસે ફાયરિંગની ઘટનાને ગંભીરતાથી લઈ ગણતરીના જ કલાકોમાં ફાયરિંગ કરનાર બંને ઈસમો ને દેશી તમંચા અને ત્રણ કારતું શો સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી હુસેન નાગોરી કે જે ગેરકાયદેસર રીતે દેશી તમંચો લાવ્યો હતો અને તે અગાઉ પણ મારામારી, જુગાર, ચોરી જેવાઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમજ આરોપી ગુલામ હુસેન ઈબ્રાહીમ સામે પણ ચોરી જેવા ગુનાઓ નોંધાયેલ છે એટલે કે બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલ તો સિદ્ધપુર પોલીસે બંને આરોપીની ફાયરિંગ કરવામાં આવેલ દેશી તમંચો અને ત્રણ રાઉન્ડ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે.




































