પાટણમાં સગીરાને તાલિબાની સજોના મામલામાં સામાજિક, ન્યાય અધિકારીતાના અધિકારીએ રિપોર્ટ સોંપ્યો છે. ભોગ બનનાર સગીરાને ૨૦ હજોરની સહાય ચુકવવામાં આવશે. કોર્ટના ચુકાદા બાદ ૪થી ૭ લાખ સુધીની સહાય કરવામાં આવશે.
રિપોર્ટમાં પાટણ પોલીસની તપાસ ચાલુ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કેસમાં ઘટનામાં સંડોવાયેલા ૩૫ પૈકી ૨૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પાટણ જિલ્લાના હારીજમાં સગીરાને પ્રેમ કરવા બાબતે તાલિબાની સજો આપવામાં આવી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. વીડિયોમાં સગીરા પર અત્યાચાર ગુજોરવામાં આવતો દેખાતો હતો. પ્રેમી સાથે ભાગેલી સગીરાનું મોઢું કાળું કરવામાં આવ્યું હતું. સગીરાના માથે મુંડન કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મૂકી વાદી વસાહતમાં ફેરવવામાં આવી હતી. તાલીબાની સજોનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર એકશનમાં આવ્યું હતુ. પાટણ એસપી અને કલેકટર હારીજ પહોંચ્યા છે. આ મામલે અત્યાર સુધીમાં ૨૩ લોકોની અટકાયત કરી લેવામા આવી છે.
આ કેસમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, આવી જધન્ય ધટનામાં સંડોવાયેલા તમામ ૧૭ જેટલાં લોકોની અટકાયત કરી આવો બનાવ ફરીથી ન બને તે માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પીડિતાને પણ પોલીસ રક્ષણ સાથે તેની ઈચ્છા હશે ત્યાં મોકલી આપવામાં આવશે.
હારીજની વાદી વસાહતમાં રહેતી એક સગીરાને પ્રેમ થતા સમાજના નિયમોને
નેવે મૂકીને પ્રેમી સાથે ભાગી ગઇ હતી. જોકે, સગીરાના આ પગલાની જોણ વસાહતને થતાં સગીરાને પકડીને વસાહતમાં લાવવામાં આવી હતી. સગીરાએ વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કરતા સમાજના આગેવાનોએ સમાજની દીકરીને આકરી સજો આપી હતી. આ દરમિયાન સગીરા રડતી રહી અને કરગરતી રહી પરંતુ કોઇએ તેની મદદ કરી નહીં. જે બાદ આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં આ અંગે તંત્રએ તપાસ શરૂ કરી હતી.’