પાટણ તાલુકાનાં ડેર ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના એક સમયનાં મંત્રીએ તેમનાં કાર્યકાળ વખતે તારીખ ૧/૪/૧૮ થી તા. ૩૧/૩/૨૦ દરમિયાન મંડળીમાંથી રૂ. ૫,૮૮,૫૭૫ ની હંગામી અને રૂ. ૪,૮૮,૩૭૦ કાયમી મળી કુલ રૂ. ૧૦,૭૬,૯૪૬ની ઉચાપત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જાકે, મંત્રીએ આ ઉચાપતના નાણાં ભરપાઈ કરી દીધા છે પરંતું નાણાંકીય જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી ન હોવાથી મંડળીનાં પ્રમુખે બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, પાટણ તાલુકાનાં ડેર ગામની દૂધ મંડળીનું સહકારી મંડળીઓનાં હિસાબોનું ઓડીટર દ્વારા ઓડીટ કરાયું હતું. જેમાં ઉપરોક્ત ક્ષતિઓ જણાતાં ઉચાપત થઈ હોવાનુ સામે આવ્યું હતું. જેથી તત્કાલીન મંત્રી રાજુજી ઠાકોર સામે ફરીયાદ કરવા માટે વર્તમાન દૂધ મંડળીનાં પ્રમુખ લેબાજી ઠાકોરે ફરીયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી ૪૦૯ મુજબ ગુનો નોંધ્યો હતો.
આ ફરીયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે મંડળીનાં હિસાબોની તપાસણી અને તેનાં અહેવાલ પ્રમાણે મંડળીનાં સભાસદોને સંઘભાવફેર અને સાગરદાણ વગેરની ચુક્વણીઓમાં અનિયમિતતા જાવા મળી હતી. જાકે, પૂર્વ મંત્રીએ તેમની નાણાંકીય જવાબદારીઓમાં બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરાયો હતો. આ ઉચાપતનાં નાણાં પુર્વ મંત્રીએ ભરી દીધા હતા.