સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મેરા માં દલિત દંપતિ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાનું ગળુ કાપી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. જ્યારે આ મહિલાના પતિને પણ ગંભીર ઈજો પહોચાડવામાં આવી છે. જે હાલ નાજુક હાલતમાં સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલમાં ખસેડાયો છે.
મળતી વિગત અનુસાર પાટડી તાલુકાના મેરામાં દલિત દંપતિ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાનું ગળુ કાપી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. જ્યારે આ મહિલાના પતિને પણ ગંભીર ઈજો પહોચાડવામાં આવી છે. જે હાલ નાજુક હાલતમાં સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલમાં ખસેડાયો છે. મેરા ગામમાં હત્યાનો ભોગ બનનાર મહિલાનું નામ ગંજરાબેન પાલાભાઇ વાઘેલા (ઉંમર. ૫૨ વર્ષ) અને તેના ગંભીર પતિનું પાલાભાઇ હિરાભાઇ વાઘેલા (ઉમર. ૫૬) છે. આ ચકચારી ઘટનાની જોણ થતાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત દસાડા પોલિસ ટીમના મેરા ગામમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જ્યારે આ ઘટના બાદ મેરામાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહિ એ માટે ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવાયો છે. મેરાના દલિત દંપતિના ઘરમાં લોહિના ખાબોચિયા ભરાયા હતા. જ્યારે પોલિસ દ્વારા ગળુ કપાયેલી મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવી હતી.
આ ઘટનાની જોણ થતાં દલિત સમાજના ટોળેટોળા મેરા ગામે દોડી ગયા હતા. ત્યારે પાટડીના મેરામાં દંપતિ પર ઘાતક હુમલો, મહિલાનું ગળુ કાપી ક્રૂર હત્યા, એના પતિને પણ ગળાના ભાગે જ છરીના ઘા ઝીંકી દેવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હાલ સુધી આ હત્યા પાછળનું કારણ જોણવા મળ્યું નથી. પોલીસ આગળ તપાસ કરી રહી છે.