ભારતે પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જા તે પીઓકે (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર) ખાલી કરશે તો જ તે તેની સાથે વાતચીત કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ ત્રીજા દેશની દખલગીરી સહન કરવામાં આવશે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટપણે કહ્યું કે આતંકવાદ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવું જરૂરી છે. વેપાર અને વાતો એકસાથે ન થઈ શકે, લોહી અને પાણી એકસાથે વહેશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે સિંધુ જળ સંધિ હાલ પૂરતું સ્થગિત રહેશે.
રણધીર જયસ્વાલે કહ્યું કે મેં મારી પાછલી બ્રીફિંગમાં આ મુદ્દા વિશે વાત કરી હતી. મારી પાસે કહેવા માટે વધુ કંઈ નથી. તેમણે કહ્યું, “તમે અમારા વલણથી સારી રીતે વાકેફ છો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ વાતચીત દ્વિપક્ષીય હોવી જાઈએ. હું તમને એ પણ યાદ અપાવવા માંગુ છું કે વાતચીત અને આતંકવાદ એકસાથે ચાલી શકતા નથી. આતંકવાદના કિસ્સામાં, અમે તે કુખ્યાત આતંકવાદીઓને ભારતને સોંપવા અંગે ચર્ચા કરવા તૈયાર છીએ જેમની યાદી થોડા વર્ષો પહેલા પાકિસ્તાનને આપવામાં આવી હતી.