પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરના રાજકીય કાર્યકરોએ બહમગહામ, યુકેમાં આ પ્રદેશમાં હિંસાની ઘટનાઓ, સૈન્ય દ્વારા લોકોની હેરાનગતિ અને શાંતિપૂર્ણ ચળવળોના ક્રૂર દમન અંગે કાશ્મીર કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. યુનાઈટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીના બેનર હેઠળ આયોજિત આ કોન્ફરન્સની અધ્યક્ષતા જમ્મુ કાશ્મીર નેશનલ ઈન્ડીપેન્ડન્સ એલાયન્સના પ્રમુખ મહમૂદ કાશ્મીરીએ કરી હતી.
કાર્યક્રમમાં કાશ્મીરીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં અપનાવવામાં આવેલી દમનકારી નીતિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં અસંમતિને દબાવવા માટે સૈન્ય દળોનો ઉપયોગ કરી રહ્યું છે.પીજેકે ગંભીર મોંઘવારી અને ઊંચા વીજળી બિલની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યું છે. વિસ્તારના સ્થાનિક લોકો આ સમસ્યાઓના ઉકેલ માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરે છે, પરંતુ પાકિસ્તાન ખુલ્લેઆમ વિરોધને કચડી નાખવા માટે લશ્કરી દળોનો ઉપયોગ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાને કાશ્મીર પર કબજા જમાવ્યો ત્યારથી કાશ્મીરીઓ પર અત્યાચાર શરૂ થયો હતો. આક્રમણ બાદ, આદિવાસી જૂથોએ વિસ્તારમાં લૂંટફાટ અને હિંસાના બનાવોને અંજામ આપ્યો હતો.
કાશ્મીરીએ કહ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી કાશ્મીરીઓ તેમના અધિકારોની માંગણી માટે અહિંસક આંદોલન ચલાવી રહ્યા છે. જેના જવાબમાં પાકિસ્તાને ત્યાં રેન્જર્સ તૈનાત કર્યા છે. તેઓ મુઝફ્ફરાબાદમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા નિઃશસ્ત્ર
આભાર – નિહારીકા રવિયા યુવાનોને મારી રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ પણ પ્રજા પર સતત અત્યાચાર કરી રહી છે. અમારા લોકોનું સતત અપહરણ થઈ રહ્યું છે. પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ પીજેકેમાં સેંકડો લોકોનું અપહરણ કર્યું છે, જેમાંથી માત્ર ૧૫ને જ મુક્ત કરવામાં આવ્યા છે.