જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે જમ્મુ-કાશ્મીર પહોંચી ગયા છે. તેમની અહીં ત્રણ રેલીઓ છે. ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં યોગીને ફાયર બ્રાન્ડ લીડર માનવામાં આવે છે.સીએમ યોગી આદિત્યનાથે જમ્મુ-કાશ્મીરના રામગઢ વિધાનસભા ક્ષેત્રમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાકિસ્તાન સમર્થિત પાર્ટીઓની સાથે છે. કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો સામે આવ્યો છે.
જનસભાને સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યું, ‘હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે શું તેઓ નેશનલ કોન્ફરન્સે જમ્મુ-કાશ્મીર માટે અલગ ધ્વજ વિશે જે કહ્યું છે તેનું સમર્થન કરે છે? શું રાહુલ ગાંધી આર્ટિકલ ૩૭૦ અને ૩૫છ પાછી લાવવા અને જમ્મુ અને કાશ્મીરને અશાંતિ અને આતંકવાદના યુગમાં ધકેલવાની નેશનલ કોન્ફરન્સની માંગને સમર્થન આપે છે? શું કોંગ્રેસ કાશ્મીરના યુવાનોના ભોગે પાકિસ્તાન સાથે વાત કરીને ફરીથી અલગતાવાદને પ્રોત્સાહન આપવાનું સમર્થન કરે છે?
ઉધમપુરમાં એક જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘જા અહીં ભાજપની સરકાર આવશે તો અમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વાર્ષિક હપ્તો ૬ હજારથી વધારીને ૧૦ હજાર કરીશું. જમ્મુમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બનશે, જમ્મુમાં મેટ્રો આવશે. અમે દર વર્ષે આતંકવાદીઓ દ્વારા નાશ પામેલા ૧૦૦ મંદિરોનો જીર્ણોદ્ધાર કરીશું. અમે અગનીશામકોને ૧૦૦% રોજગાર આપવા માટે કામ કરીશું.